Not Set/ આઝમ ખાનની એકવાર ફરી લપસી જીભ, જયા પ્રદા પર ફરી કરી આપત્તિજનક ટિપ્પણી

રાજનીતિ કરતા ક્યારે નેતાઓ ભાષાનાં સ્તરને તળિયા પર લાવી દે છે તે છેલ્લા પાંચ વર્ષમાં ખાસ જોવા મળ્યુ છે. કહેવાય છે કે ધનુષમાંથી નીકળેલુ બાણ જે પાછુ લાવી શકાય નહી તેવી જ રીતે બોલવામાં આવેલા શબ્દોને પણ પાછા ખેંચી શકાય નહી. એટલે જે કહેવાય છે કે હંમેશા સસમજી વિચારીને બોલવુ જોઇએ. પરંતુ આ વાત સમાજવાદી […]

Top Stories India
jaya azam PTI 0 આઝમ ખાનની એકવાર ફરી લપસી જીભ, જયા પ્રદા પર ફરી કરી આપત્તિજનક ટિપ્પણી

રાજનીતિ કરતા ક્યારે નેતાઓ ભાષાનાં સ્તરને તળિયા પર લાવી દે છે તે છેલ્લા પાંચ વર્ષમાં ખાસ જોવા મળ્યુ છે. કહેવાય છે કે ધનુષમાંથી નીકળેલુ બાણ જે પાછુ લાવી શકાય નહી તેવી જ રીતે બોલવામાં આવેલા શબ્દોને પણ પાછા ખેંચી શકાય નહી. એટલે જે કહેવાય છે કે હંમેશા સસમજી વિચારીને બોલવુ જોઇએ. પરંતુ આ વાત સમાજવાદી પાર્ટીનાં નેતા અને ઉત્તર પ્રદેશનાં રામપુરથી સાંસદ આઝમ ખાન પર લાગુ પડતી નહોય તેવુ હાલમાં સામે આવી રહ્યુ છે. પોતાના વિવાદિત નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેતા આઝમ ખાને એકવાર ફરી જયા પ્રદા પર શાંબ્દિક વિસ્ફોટ કર્યો છે.

વિવાદોની હંમેશા આસપાસ રહેતા સમાજવાદી પાર્ટીનાં સાંસદ આઝમ ખાને ઈશારામાં જ જયા પ્રદા પર આપત્તિજનક ટિપ્પણી કરી છે. જેને લઇને આઝમ ખાન વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. સપા નેતા સિવાય અન્ય 10 લોકોની વિરુદ્ધ પણ આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે ભાજપનાં નેતા આકાશકુમાર સક્સેનાએ એફઆઇઆર દાખલ કરાવી છે. વાત એમ છે કે રવિવારે આયોજિત એક કાર્યક્રમમાં આઝમ ખાને જયા પ્રદાનું નામ લીધા વિના તેમના પર આપત્તિજનક ટિપ્પણી કરી અને અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

સમાજવાદી પાર્ટીનાં નેતા આઝમ ખાને કહ્યુ હતુ કે, ‘અમે અહી ડાંસ બાર ખોલ્યો નથી….’.’હુ…. આ શબ્દનો ખાસ રીતે ઉપયોગ કરી રહ્યો છુ. લોકો જાણે છે કે આ શબ્દ ક્યા જઇને વાગી રહ્યા છે. જે સમાજમાં આ શબ્દને સમ્માનજનક માની લેવામાં આવશે, તે સમાજ કેવી રીતે આગળ આવી શકશે?’ ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી કે જ્યારે આઝણ ખાને જયા પ્રદા પર આ રીતની અભદ્ર ટિપ્પણી કરી હોય. આ પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તે આ પ્રકારનું નિવેદન આપી ચુક્યા છે, જેને લઇને કેસ પણ દાખલ કરવામા આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.