Not Set/ જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી, 5 દિવસમાં 4 આતંકીઓને કરાયા ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ સેના દ્વારા આતંકીઓનું સફાયા અભિયાન ચાલી રહ્યું છે અને સીમાપારથી ઘુસપેઠ કરી રહેલા આતંકીઓની કોશિશ…

Top Stories India
જમ્મુ-કાશ્મીરમાં

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ સેના દ્વારા આતંકીઓનું સફાયા અભિયાન ચાલી રહ્યું છે અને સીમાપારથી ઘુસપેઠ કરી રહેલા આતંકીઓની કોશિશ નાકામ કરવામાં આવી રહી છે, ત્યારે આ આ વચ્ચે ઉરીમાં ભારતીય સેનાએ વધુ એક મોટી કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો :3 લોકસભા બેઠક, 30 વિધાનસભા બેઠક પર 30 ઓક્ટોબરના રોજ થશે પેટાચૂંટણી, 2 નવેમ્બરના રોજ થશે મતગણતરી

જમ્મુ-કાશ્મીરમાં આવેલા ઉરી સેક્ટરમાં સેના દ્વારા એક પાકિસ્તાની ઘૂસપેઠ કરી રહેલા આતંકીને પકડવામાં આવ્યો છે,જયારે એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. આ જ પ્રમાણે સેના દ્વારા ઉરી સેક્ટરમાં છેલ્લા ૫ દિવસોમાં ૪ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જો કે આ ઓપરેશન દરમ્યાન સેનાના ૩ જવાનો ઘાયલ પણ થયા છે.

આ પણ વાંચો :બિડેન હજુ ઇમરાન ખાનને મળ્યા નથી, શર્મન મુલાકાત લેશે

આપને જણાવી દઈએ કે, સેનાનું આ ઓપરેશન 18 સપ્ટેમ્બર એટલે કે છેલ્લા 10 દિવસથી LOC પાસે ઉરીમાં ચાલી રહ્યું છે. આ ઓપરેશન દરમિયાન પકડવામાં આવેલા આતંકીઓને આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

આ પણ વાંચો :પ્રધાનમંત્રીની અમેરિકા મુલાકાત: મહત્વના મુદ્દાઓ પર શું પ્રાપ્ત થયું

આજે પકડવામાં આવેલા આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે,. તમને જણાવી દઈએ કે, આતંકીઓ ભારતમાં ઘૂસવાની તૈયારીઓ કરી રહ્યા હતા. તેઓ પાસેથી 5 AK-47, 8 પિસ્તોલ અને 70 ગ્રેનેડ જપ્ત કરાયા છે.

આ અંગે જણાવતા 15મી કોરના કમાન્ડર જનરલ ડીપી પાંડેએ જણાવ્યું હતું કે, બરફ પડવાથી પહેલા પાકિસ્તાન દ્વારા ઘુસપેઠની કોશિશ વધી જાય છે. જો કે હાલમાં સેનાની આ કાર્યવાહીથી કાશ્મીર ઘાટીમાં હાલત સુધરી રહ્યા છે અને બીજી બાજુ પાકિસ્તાન આ વિસ્તારમાં આતંકવાદને વધારવા માટેની તમામ કોશિશ કરી રહ્યું છે, ત્યારે આ જ કડીમાં આ આતંકી ઘુસપેઠ ચાલી રહી છે.

તાજેતરના ભૂતકાળમાં ઘૂસણખોરીની અનેક ઘટનાઓ બની છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાર હોવા છતાં, તાજેતરના સમયમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા ઘુસણખોરીના અનેક પ્રયાસો થયા છે. આ પ્રયાસોને જોતા ભારતીય સેના આજે બપોરે 12 વાગ્યે મીડિયા બ્રીફિંગ કરશે. એવી અપેક્ષા છે કે આ બ્રીફિંગમાં મહત્તમ ધ્યાન ઉરી કામગીરી પર રહેશે.

23 સપ્ટેમ્બરે ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ -કાશ્મીરના ઉરી નજીક રામપુર સેક્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા હતા. સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આતંકવાદીઓ તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) થી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા.

આ પણ વાંચો :મુંબઈમાં આજે જોવા મળશે ચક્રવાત ‘ગુલાબ’ની અસર, ભારે વરસાદની છે આગાહી

ઉરીમાં છેલ્લા ઘણા દિવસોથી સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે

સેના છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ -કાશ્મીરમાં આવેલા ઉરીમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સેનાને માહિતી મળી છે કે સરહદ પારથી કેટલાક આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે સેના કેટલાક શંકાસ્પદ આતંકવાદીઓને પણ શોધી રહી છે. આ સર્ચ ઓપરેશન 18 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું. આ ઓપરેશનમાં સેનાને પણ મોટી સફળતા મળી, જ્યારે સેનાએ ગયા અઠવાડિયે આ વિસ્તારમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.