ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મહિલા પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આગરાની એક હોટલમાં એક મહિલા પર કથિત સામૂહિક બળાત્કારના સંબંધમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે શનિવારે મોડી રાત્રે તેમને પીડિતાનો ફોન આવ્યો હતો, જેના પછી તેઓ હોમસ્ટે પહોંચ્યા અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલા પણ આ હોટલની કર્મચારી છે.
આસિસ્ટન્ટ કમિશનર અર્ચના સિંહે જણાવ્યું હતું કે, “શનિવારની રાત્રે તાજગંજ પોલીસને માહિતી મળી હતી કે અહીંની એક હોટલમાં એક મહિલા પર દુષ્કર્મ અને હુમલો કરવામાં આવ્યો છે. પીડિતાની ફરિયાદ અનુસાર, સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.” આગરા પોલીસે જણાવ્યું કે ઘટનાની માહિતી મળ્યા બાદ એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે, મહિલા એ જ હોટલમાં કામ કરે છે, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સાથે જોડાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક પુરુષો એક મહિલાને મારતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: ક્રિકેટ રમતાં બાળકોને લીગલ નોટિસ, 70 વર્ષના વૃદ્ધે 5 લાખનો કર્યો દાવો
આ પણ વાંચો: ભારત વિરુદ્ધ ઝેર ઓકનાર મૌલાના રહીમુલ્લાહ તારિકની ગોળી મારીને હત્યા
આ પણ વાંચો: આ મંદિરમાં દિવાળી પર 75 વર્ષ પછી જોવા મળી રોનક, આઝાદી પછી પહેલીવાર દીપોત્સવની ઉજવણી