Not Set/ અમદાવાદમાં ફરી દેખાયો દીપડો, જાણો કયા વિસ્તારમાં જોવા મળ્યા ફૂટપ્રિન્ટ

અમદાવાદ નજીક ફરી એકવાર દીપડો દેખાતા દહેશતનો માહોલ જોવા મળ્યો છે.સનાથલ ગામની સીમમાં દીપડાએ નીલગાયનું મારણ કર્યુ હતુ. ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ…

Ahmedabad Gujarat
a 111 અમદાવાદમાં ફરી દેખાયો દીપડો, જાણો કયા વિસ્તારમાં જોવા મળ્યા ફૂટપ્રિન્ટ

અમદાવાદ નજીક ફરી એકવાર દીપડો દેખાતા દહેશતનો માહોલ જોવા મળ્યો છે.સનાથલ ગામની સીમમાં દીપડાએ નીલગાયનું મારણ કર્યુ હતુ. ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા ફોરેસ્ટની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફોરેસ્ટ વિભાગે આસપાસના વિસ્તારમાં તપાસ કરતા દીપડાના ફૂટ પ્રિન્ટ પણ મળી આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા વિસ્તારમાં 4 પાંજરા ગોઠવવામાં આવ્યા છે.

આ પણ વાંચો :અમદાવાદ પોલીસે લીંબડીમાંથી રૂ. 3.30 લાખની ચોરી કરનાર શખ્સને પકડ્યો

સરખેજથી માત્ર એક કિલોમીટર દૂર આવેલા સનાથલ સર્કલ પાસે ખેતરમાં દીપડો દેખાયો હોવાનું સ્થાનિકોમાં દિવસ દરમિયાન જોર પકડ્યું હતું. આ દીપડાએ નીલ ગાયનું મારણ કરાયું હોવાનું પણ સ્થળ પરથી જાણવા મળ્યું હતું.

a 110 અમદાવાદમાં ફરી દેખાયો દીપડો, જાણો કયા વિસ્તારમાં જોવા મળ્યા ફૂટપ્રિન્ટ

ઉલ્લેખનીય છે કે આજથી ચાર મહિના પહેલા વસ્ત્રાલમાં શક્તિમાંના મંદિર પાસે દીપડાના પગના નિશાન પણ મળી આવ્યા હતા. તેમજ કબીર મંદિર પાસેના સીસીટીવીમાં પણ દીપડા જેવું પ્રાણી જોવા મળ્યું હોવાની વાત સામે આવી હતી. જેથી આસપાસના લોકો ડરી ગયા હતા. દિપડાના પગના નિશાનનાં પગલે ગામમાં લોકોએ જાહેરમાં ઉંઘવું નહીં તથા રાત્રે અવર જવર કરવામાં ખાસ ધ્યાન રાખવા સુચના આપી દેવામાં આવી હતી. 16 જાન્યુઆરી 2021ની રાત્રે વસ્ત્રાલમાં દિપડો દેખાયો હતો.

આ પણ વાંચો :ભચાઉના મોરગર ગામે પ્રેમ સંંબંધ મુદ્દે યુવકની કરપીણ હત્યા કરી દેવાઈ

વન વિભાગ દ્વારા પણ લોકોને અગત્યના કામ કામે બહાર જવાનું થાય તો સાથે બેટરી રાખવા અને મોટો અવાજ થઈ શકે તેવી વસ્તુ સાથે રાખવા સુચના આપવામાં આવી હતી. જેથી જાનમાલને નુકસાન ન પહોંચે. સાથે જ ગામના લોકોને ખુલ્લામાં નહિ સુવા અને સાવચેત રહેવા ફોરેસ્ટ વિભાગે સૂચના આપી હતી.

આ પણ વાંચો :ચુડામાં વહેંચેલું મકાન ખાલી નહીં કરનાર શખ્સ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો

આ પણ વાંચો :શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર બહાર પડાયું નવું શૈક્ષણિક સત્ર ૬ જૂન ૨૦૨૨ થી થશે શરૂ થશે

આ પણ વાંચો :અમદાવાદ સિવિલ હોસ્પિટલના OPD વિભાગમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહિ