Not Set/ અમરેલી: રાજુલા તાલુકાનાં ગામનો બ્રીજ અને રોડ જર્જરિત, તંત્રનાં આંખ આડા કાન

ભાજપ જ્યારે માર્ગ અને વહાણ વ્યવહારનાં વિકાસના વાયદાઓ કરી રહી છે કે તેઓ રાજકીય ધોરીબંધ માર્ગો બનાવી રહી છે એવમાં મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનો બાબરીયા ઘારથી મહુવા વચ્ચેનો પુલ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે. કોઇએ સાચું જ કહ્યું છે કે વાસ્તવિક ભારત તો ગ્રામીણ ક્ષેત્રોમાં જ જોવા મળે છે એવા ગ્રામિણ […]

Top Stories Gujarat Others
અમરેલી રસ્તા અમરેલી: રાજુલા તાલુકાનાં ગામનો બ્રીજ અને રોડ જર્જરિત, તંત્રનાં આંખ આડા કાન

ભાજપ જ્યારે માર્ગ અને વહાણ વ્યવહારનાં વિકાસના વાયદાઓ કરી રહી છે કે તેઓ રાજકીય ધોરીબંધ માર્ગો બનાવી રહી છે એવમાં મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનો બાબરીયા ઘારથી મહુવા વચ્ચેનો પુલ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે.

કોઇએ સાચું જ કહ્યું છે કે વાસ્તવિક ભારત તો ગ્રામીણ ક્ષેત્રોમાં જ જોવા મળે છે એવા ગ્રામિણ ક્ષેત્રોમાં વાહન વ્યવહાર માટે બનાવવામાં આવેલ માર્ગો વિશે વાત કારવામાં આવે અને સ્થાનિકોનું માનીએ તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાબરીયા ઘાર જતા રસ્તા પરનો આ પુલ ઘણા વષૅ પહેલાં બનાવવામાં આવેલો હતો.

આ પુલની પરિસ્થિતિ વિશે નજર દોડાવવામાં આવે તો પુલનાં પાયાનાં ભાગમાં મોટા-મોટા ગાબડાઓ પડી ચુક્યા છે અને પુલની સાઈડોમાં ગાબડાં પડતા સળિયાઓ પણ નજર આવી રહ્યા છે.

અમરેલી પુલ અમરેલી: રાજુલા તાલુકાનાં ગામનો બ્રીજ અને રોડ જર્જરિત, તંત્રનાં આંખ આડા કાન

રાજુલાથી વાયા બાબરીયા ઘાર મહુવા જવા માટે આ રોડ પર આ પુલ માર્ગમાં વચ્ચે આવે છે. પુલ પર સતત વાહનોની અવર-જવર હોવાને કારણે પુલ પરથી સતત નાના અને મોટા લોડીંગ વાહનોની અવરજવર રહેતી હોય છે. સ્થાનિકો દ્વારા તંત્રને અવાર-નવાર રજૂઆત કરવા છતાં આ બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

પુલ રાજુલાથી બાબરીયા ઘારથી અમુલી અને અખેગઢ મહુવાને જોડતો એકમાત્ર મુખ્ય રોડ પર આવેલો છે. જેથી આ પુલ પરથી બસ અને ઓવરલોડેડ વાહનોની ભારે અવાર-જવર જોવા મળે છે બીજી બાજુ રાજુલા થઈ મહુવા વાયા બાબરીયા ઘાર રોડ પણ સાવ બિસ્માર હાલતમાં રોડ ઉપર બન્ને સાઈડ કોઈ પ્રકારના નિશાનો ન મુકવાના કારણે અકસ્માતો સર્જાય રહ્યાં છે.રસ્તાઓ પર મોટા-મોટા ખાડાઓ પડવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આ વિસ્તારના ગામડામાં કોઈ અકસ્માત કે કોઇ પ્રકાર ઘટના બને તો રસ્તા ખરાબ હોવાને કારણે ૧૦૮ ને પહોંચવામાં પણ ખુબ જ સમય લાગે છે. અવાર-નવાર સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. જેથી અહીંના લોકો પુલ અને રોડ નવો બનાવવા માંગ કરી રહ્યા છે.

જયારે સ્થાનિક લોકોનું આ બાતે નિવેદન લેવામાં આવ્યું ત્યારે બાબરીયા ઘારનાં સરપંચ અનિલભાઈ લાડીમોરે મંતવ્યને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પુલ અંદાજે વીસ વર્ષ [અહેલા બન્યો હતો અને તે અત્યારે ખુબ જ ગંભીર હાલતમાં છે. પુલ પૂર્ણ પણે જર્જરિત છે. કોઈ લોકોને અકસ્માતનાં સમયમાં શહેર લઇ જવાનો હોય છે ત્યારે પુલની જર્જરિત હાલત અને ખરાબ રસ્તાનાં કારણે હાલાકી ભોગવવી પડે છે.

જયારે તેમની સાથે બાજુના અમૂલી ગામના સરપંચ ગીરીશભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે ખંભા મહુવા માટે આં એકમાત્ર પુલ છે જે ખુબ જ ખરાબ હાલતમાં છે. પુય્લના ઘણા ભાગોમાંથી સિમેન્ટના ગાબડા પડી રહ્યા છે. જેના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. તંત્રને ઘણી વાર જાણ કરવા છતાં તંત્રે આં બાબતે આંખ આડા કાન જ કર્યા છે.