ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતમાંથી કુલ 544 ઉમેદવારીપત્રક ભરાયા છે. અમદાવાદ પૂર્વમાં 44 ફોર્મ ભરાયા. ગાંધીનગરમાં પણ 44 ફોર્મ ભરાયા. વડોદરામાં 39 ઉમેદવારીપત્રક ભરાયા હતા. આ ઉમેદવારીપત્રકમાંથી આંખ ઉડીને વળગતી બાબત એ હતી કે રાજ્યભરમાંથી કુલ 30 મહિલાઓએ જ ઉમેદવારી કરી છે. આ ઉમેદવારીપત્રક 22મી એપ્રિલ સુધીમાં પરત ખેંચી શકાશે. આમ 22મીએ ઉમેદવારીપત્રકનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 2019ની લોકસભા ચૂંટણીમાં 569 ફોર્મ ભરાયા હતા.
ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન છે. આ દિવસે રાજ્યની બધી 26 બેઠકો પર એકસાથે મતદાન થવાનું છે. ગુજરાતમાંથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગરમાંથી અને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રુપાલાએ રાજકોટમાંથી ઉમેદવારીપત્રક ભર્યું છે. જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે નવસારીમાંથી ઉમેદવારીપત્રક ભર્યું છે. આમ ગુજરાતની 26 બેઠકોની ચૂંટણીમાં આ ત્રણ મહારથીઓના પરિણામ પર નજર રહેશે.
આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી
આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું
આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત