Business News: જો તમે તમારા અથવા તમારા પરિવારના કોઈપણ ખર્ચ માટે કે પછી અન્ય જરૂરિયાત પૂરી કરવા માટે કોઈની પાસેથી પૈસા લેતા હોવ છો, તો આવકવેરા વિભાગ તમારી પાસે તેનો હિસાબ માંગી શકે છે. આ માટે IT પહેલા તમને નોટિસ મોકલી શકે છે. જો આવકવેરા વિભાગ જવાબથી સંતુષ્ટ નથી, તો તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે. તમારી સામે કેસ દાખલ કરવો તેમજ દંડ આપી શકે છે. મહિલાઓ માટે જાણવું જરૂરી થઈ જાય છે કે કયા સંજોગોમાં IT તમને નોટિસ પાઠવી શકે છે.
મહિલાઓ જે ખાસ કરીને આખો દિવસ ઘર સંભાળે છે તેમની પાસે આવકનો સ્ત્રોત માત્ર પતિની આવક હોય છે. ધારો કે, તમારા પતિની નોકરી છે અને તેઓ દર મહિને તેમના પગારનો એક ભાગ તમારા ખાતામાં ટ્રાન્સફર કરે છે. તમે આ રકમનો ઉપયોગ ઘર વપરાશ કે અન્ય કોઈપણ ખર્ચ માટે કરો છો. જો તમે ઈન્કમ ટેક્સના રડાર પર આવો છો, તો ઈન્કમટેક્સ તમને નોટિસ મોકલીને પૂછશે કે ખર્ચ કરવાના પૈસા ક્યાંથી આવી રહ્યા છે. આવી સ્થિતિમાં તમારે તે રકમનો હિસાબ આપવો પડશે.
આવકવેરાની નોટિસમાં તમારે જણાવવું પડશે કે તમારા ખાતામાં મળેલી રકમ તમારા પતિ દ્વારા તેમના પગારમાંથી મોકલવામાં આવી છે. આવી સ્થિતિમાં તમારે તમારા પતિના બેંક સ્ટેટમેન્ટની કોપી આવકવેરા વિભાગને મોકલવી પડશે. આ પછી તમારી સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં. હવે આવી સ્થિતિમાં તમારા પતિને જવાબદાર ગણવામાં આવશે. આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તેઓએ(તમારા પતિ) આ વિશે સંપૂર્ણ માહિતી આપવી પડશે. તેમજ જો કોઈ લેણું નીકળે તો તે ચૂકવવાનું રહેશે.
જો મહિલા તેના પતિ પાસેથી મળેલી રકમનું ક્યાંક રોકાણ કરે છે અથવા તે રકમમાંથી અન્ય કોઈ રીતે કમાણી કરે છે, તો તે કમાણી પર કર ચૂકવવા માટે જવાબદાર રહેશે. ધારો કે, જો તમે તમારા પતિ પાસેથી મેળવેલા નાણાંને શેરબજારમાં અથવા અન્ય કોઈ સ્કીમમાં રોકાણ કરો છો અને તેમાંથી વળતર મેળવો છો, તો તમારે ITR ફાઇલ કરતી વખતે રિટર્ન જાહેર કરવું પડશે. આવી સ્થિતિમાં, તમે જે રિટર્ન મેળવ્યું છે તે તમારી આવક તરીકે ગણવામાં આવશે અને તમારે તેના પર સામાન્ય ટેક્સ સ્લેબ રેટ મુજબ ટેક્સ ચૂકવવો પડશે.
આ પણ વાંચો:IMFએ ભારતને બિરદાવ્યું, ‘ઘણા અવરોધોનો સામનો કરીને ભારત આગળ વધ્યું’
આ પણ વાંચો:અમેરિકા પણ આપણાથી પાછળ… ભારતીય કંપનીઓ આ મામલે દુનિયામાં ટોપ 2માં
આ પણ વાંચો:ગ્રાહકને સંપૂર્ણ માહિતી આપ્યા પછી જ લોન આપો, કંઈ પણ છુપાવ્યું તો થશે કાર્યવાહી