મતગણતરી/ વડોદરામાં પણ કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન, ભાજપે આટલી બેઠકોમાં મેળવી જીત

ગુજરાતમાં છ મહાનગર પાલિકાનાં ચૂંટણી પરિણામો આજે એટલે કે મંગળવારે (23 ફેબ્રુઆરી) આવી રહ્યા છે.

Gujarat Vadodara Gujarat Assembly Election 2022
રાજકોટ 2 વડોદરામાં પણ કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન, ભાજપે આટલી બેઠકોમાં મેળવી જીત

ગુજરાતમાં છ મહાનગર પાલિકાનાં ચૂંટણી પરિણામો આજે એટલે કે મંગળવારે (23 ફેબ્રુઆરી) આવી રહ્યા છે. રવિવારે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને રાજકોટ બેઠકો પર મતદાન યોજાયું હતું. હવે સૌની નજર વડોદરાનાં પરિણામ ઉપર છે. 76 બેઠકો માટે 279 ઉમેદવાર મેદાનમાં છે, જેમના ભાવિનો નિર્ણય આજે લેવામાં આવશે. જો કે, અત્યાર સુધીનાં વલણોમાં ભાજપ 20 અને કોંગ્રેસ 8 બેઠકો પર આગળ છે.

મતગણતરી: કોંગ્રેસ-આપનો વિરોધ, અહી કુલ મતદાન 30 હજાર તો 28 હજાર એક જ ઉમેદવારને કેવી રીતે મળ્યા મત?

Update :

Total -76

ભાજપ -69

કોંગ્રેસ – 07

અન્ય  -00

વોર્ડ નં-6ના કોંગ્રેસના ઉમેદવાર હેમંત આમરેએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં 18 હજાર લઘુમતી અને સ્લમ વિસ્તારના મતદારો હોવા છતાં ત્યાં ભાજપના ઉમેદવારોને 4-4 મતો મળી રહ્યા છે, જે બાબત શંકા ઉપજાવે છે.

આપને જણાવી દઇએ કે, વડોદરામાં એકવાર ફરી ભાજપે પોતાનોો ડંકો વગાડ્યો છે. જો કે વડોદરા મનપાનાં સ્ટેન્ડિંગ કમિટીનાં પૂર્વ ચેરમેન અને ભાજપનાં ઉમેદવાર સતિષ પટેલની હાર થઇ છે. જણાવી દઇએ કે, વડોદરામાં ભાજપનાં ભવ્ય જીત બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વડોદરાનાં એરપોર્ટ પર પહોંચ્યા છે. દરજીપુરા ખાતે સી.આર.પાટીલની જાહેરસભા યોજાશે. શહેર પ્રમુખને એરપોર્ટની અંદર પ્રવેશતા અટકાવાતા વિવાદ સર્જાયો છે. વડોદરામાં ભાજપને 66 તો કોંગ્રેસને 10 બેઠકો પર જીત મળી છે. વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસનાં સુપડાસાફ થઇ ગયા છે.

  • વડોદરા એરપોર્ટ પહોંચ્યાં સી. આર. પાટીલ
  • દરજીપુરા ખાતે સી આર પાટીલની જાહેરસભા
  • શહેર પ્રમુખને એરપોર્ટની અંદર પ્રવેશતા અટકાવાયા
  • ડો.વિજય શાહને ન જવા દેવાતા વિવાદ
  • બહાર જ ઊભાં રહી પ્રમુખ અને મહામંત્રીની નારાજગી
  • પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે બંનેને મનાવ્યાં

વોર્ડ નં.15માં ભાજપની પેનલ જીત

વોર્ડ નંબર 7 અને 4 માં ભાજપની પેનલની ભવ્ય જીત

વડોદરામાં ભાજપે કોંગ્રેસની પેનલ તોડી, વોર્ડ 16માં ભાજપના બે ઉમેદવારની જીત, ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત, જ્યારે વોર્ડ 16માં કોંગ્રેસના બે ઉમેદવારની જીત, ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત, ભાજપ વોર્ડ 16 માં બે બેઠકો ઘણા વર્ષો બાદ જીતી.

વડોદરા વોર્ડ નં.1માં કોંગ્રેસની પેનલની જીત, કોંગ્રેસનાં ચારેય ઉમેદવારોની ભવ્ય જીત, અમી રાવત, પુષ્પા વાઘેલાની જીત, જહાં ભરવાડ અને હરીશ પટેલની જીત, પુર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશ પટેલની હાર વોર્ડ 13 માં કોંગ્રેસનાં બાળુ સુર્વેની જીત

વડોદરામાં મતગણતરી પહેલાં હોબાળો થયો છે. વડોદરા પોલિટેક્નિક ખાતે  માતગણતરી પહેલા હોબાળો થયો છે.  કેન્દ્રના પ્રવેશ દ્વાર પર અવ્યવસ્થાને પગલે હોબાળો થયો હોવાનું જાણવા મળ્યું છે.  સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડ્યા હતા. પોલીસ અને ઉમેદવારોનાં એજન્ટ વચ્ચે રકઝક થઈ હતી.

આપને જણાવી દઇએ કે, વડોદરા મહાનગરપાલિકાનાં વલણો હવે સામે આવી રહ્યા છે. અત્યાર સુધીની સ્થિતિની વાત કરીએ તો અહી ભાજપ હાલમાં 20 તો કોંગ્રેસ 8 બેઠકો પર આગળ ચાલી રહી છે. જણાવી દઇએ કે, 6 મનપાની ચૂંટણીનું આજે પરિણામ આશે. ત્યારે આપને જણાવી દઇએ કે, સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર, સુરત, ભાવનગર મનપાની મતગણતરી થવાની છે. આ સાથે મતગણતરી કેન્દ્રો પર કોવિડનાં નિયમોનું પાલન થશે.

મતગણતરી / વડોદરામાં સ્ટ્રોંગરૂમ થ્રી લેયર સુરક્ષાથી સજ્જ, ત્રણ તબક્કામાં થશે મત ગણતરી : કલેકટર શાલિની અગ્રવાલ

ઉલ્લેખનીય છે કે, 6 મનપાની ચૂંટણીમાં સરેરાશ 46.08 ટકા મતદાન થયું છે. જેમાં અમદાવાદમાં 42.51 ટકા મતદાન થયું હતું. રાજકોટમાં 50.72 ટકા મતદાન થયું હતું. જામનગરમાં 53.38 ટકા મતદાન થયું હતું. સુરતમાં 47.14 ટકા મતદાન થયું હતું. વડોદરામાં 47.84 ટકા મતદાન થયું હતું. ભાવનગરમાં 49.46 ટકા મતદાન થયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ