'ભાર વિનાનું ભણતર'નો પોકળ દાવો!/ ભણતરની સાથે દફતરનો ભાર, શું આવી રીતે ભણશે  ગુજરાત..?

સ્કૂલ અને દફતર એ બંને ભણતરનો અભિન્ન ભાગ છે દફતર વગર સ્કૂલની કલ્પના પણ શક્ય નથી.

Ahmedabad Gujarat
Untitled 26 ભણતરની સાથે દફતરનો ભાર, શું આવી રીતે ભણશે  ગુજરાત..?

@અનિતા પરમાર 

આપણે ત્યાં કહેવાય છે કે ભણતર ભાર વગરનું હોવું જોઈએ એક બાજુ જયારે દુનિયા બેગ લેસ સ્કૂલ તરફ આગળ વધી રહી છે ત્યારે ભારતમાં સ્કૂલે જતા બાળકો દફતરના ભાર ના કારણે  માનસિક રીતે ત્રસ્ત છે સ્કૂલે હજુ પણ બાળકો ભારેખમ સ્કૂલ બેગ લઈને જતા હોય છે. આ સ્કૂલ બેગનું વજન અંદાજે  8 થી 10 કિલો જેટલું હોય છે ત્યારે નરોડાના ધારાસભ્ય પાયલ બેન કુકરાની જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને બાળકોને ભાર વિનાના ભણતર અંગેની રજૂઆત કરી છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ રજૂઆતને ધ્યાને લઇને તમામ સ્કૂલોની બિનજરૂરી પુસ્તકો ન મંગાવવા આદેશ કર્યો છે. બાળકોના વજનના 10માં ભાગનું બેગનું વજન હોવું જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે.

Untitled 26 1 ભણતરની સાથે દફતરનો ભાર, શું આવી રીતે ભણશે  ગુજરાત..?

રાજ્યમાં ભાર વિનાના ભણતરની વાત ચાલી રહી ત્યારે સ્કૂલે જતા નાના નાના ભૂલકા દફતર ના ભારના કારણે પરેશાન થતા હોય છે અને આ વસ્ત્વિક્તા છે મંતવ્ય ન્યુઝની  ટિમ આજે અમદાવાદની ઘણી સ્કૂલોમાં જઈને જાતે રિયલિટી ચેક કર્યું જેમાં જોવા મળ્યું કે બાળકોના દફતર ખુબજ ભારે ભરકામ હતા ઘણા વિધાર્થી ઓ તો આ વજનદાર દફતર ઉંચકી પણ સકતા નહતા તેથી વાલી તેનું સ્કૂલ બેગ ઉંચકતા નઝરે પડ્યા.

શાળામાં ભણતા શાળાના વિદ્યાર્થીઓને પાઠયપુસ્‍તક ઉપરાંતના પુસ્‍તકો, માર્ગદર્શિકાઓ, સ્‍વાઘ્‍યાયપોથી, વર્ગકાર્ય, અને ગૃહકાર્યની વર્ગબૂકો, પાણીની બોટલ અને લંચ બોક્ષ વગેરેને કારણે દફતરનો બોજ વધી જતા હોય છે  વિદ્યાર્થીઓને કોઈ નુકસાન ન થાય તેવા હેતુ સાથે શિક્ષણ વિભાગે શાળાઓના બાળકોના દફતરનો ભાર ઓછો કરવા  અગાઉ પણ ઘણા મહત્વનો નિર્ણય કર્યા છે અને  આ અંગે શાળાના સંચાલકો અને વાલીઓ માટે ચોકકસ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.પરંતુ બાળકોને જરૂરી એવા બધા જ જરૂરિયાત પુસ્તકો અને બીજા સમાનના કારણે તેમનું દફતર ભાર વાળું અને વજનદાર જોવા મળે છે.

Untitled 26 2 ભણતરની સાથે દફતરનો ભાર, શું આવી રીતે ભણશે  ગુજરાત..?

બાળકના દફતરનું વજન વિદ્યાર્થીઓની ઉંમર અને શારીરિક બાંધાને ધ્યાને રાખીને હોવું જોઈએ આ બાબત એક ધારાસભ્યના  ધ્યાનમાં આવતા તેઓ એ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને બાળકોને ભાર વિનાના ભણતર અંગેની રજૂઆત કે બાળકના દફતરમાં બાળકના વજન કરતા 10માં ભાગનું જ વજન હોવું જોઈએ સામે અમદાવાદ શહેર ના  DEO એ ત્વરિત પણે સ્કૂલો ને સૂચનો કર્યા કે, બાળકોને જરૂરિયાત હોય તેટલા જ પુસ્તકો મંગાવવા. બાળકના વજનનું 10માં ભાગનું વજન બેગનું હોવું જોઈએ. વિષય મુજબ જ પુસ્તકો સાથે બાળકો આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી બાળકોના બેગનું વજન વધે નહીં.અને એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે, બાળકોને પુસ્તકો ઉચકવામાં શારીરિક તકલીફ ના પડે.

આ પણ વાંચો:પંજાબના હેડમાસ્ટર્સની IIT અમદાવાદમાં ટ્રેનિંગ, જાણો સરકારના આ પગલા પાછળનું કારણ

આ પણ વાંચો:ઉજડા ગામે મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, ”માટી મેટલના રસ્તાઓનાં કામો માંટે લાખો રૂપિયા ઉઠાવ્યા”

આ પણ વાંચો:બિસ્માર રસ્તા મુદ્દે સ્થાનિકોમાં આક્રોશ, વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ પડી રહી છે અરસ

આ પણ વાંચો:પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ, આખલાએ બાળકને લીધું અડફેટે:જુઓ CCTV