Duplicate Aadhar card/ વડનગરમાંથી ડુપ્લીકેટ આધાર કાર્ડનું રેકેટ ઝડપાયું

આધાર કાર્ડને અત્યંત જરૂરી દસ્તાવેજ માનવામાં આવે છે. સરકારની કેટલીય યોજનાઓનો લાભ આધાર વગર મળતો જ નથી. હવે જો આધાર કાર્ડ જ નકલી હોય તો, મહેસાણામાં એસઓજીએ બનાવટી આધારકાર્ડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

Gujarat

મહેસાણાઃ આધાર કાર્ડને અત્યંત જરૂરી Duplicate Aadhar Card દસ્તાવેજ માનવામાં આવે છે. સરકારની કેટલીય યોજનાઓનો લાભ આધાર વગર મળતો જ નથી. હવે જો આધાર કાર્ડ જ નકલી હોય તો, મહેસાણામાં એસઓજીએ બનાવટી આધારકાર્ડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

એસઓજીએ નકલી આધારકાર્ડ બનાવતા બે ઇસમોની ધરપકડ કરી છે. યુવરાજ ઠાકોર અને મૌલિક ઠાકોર નામની બે વ્યક્તિ સામે નકલી આધાર કાર્ડ બનાવવાની ફરિયાદ નોંધાઈ છે. તેઓ ડુપ્લિકેટ આધાર કાર્ડથી ડમી Duplicate Aadhar Card સીમ કાર્ડ મેળવતા હતા અને આ ડમી સીમકાર્ડ બંને જણા ઊંચી કિંમતે વેચતા હતા. આ ડમી સીમકાર્ડનો ઉપયોગ ડબ્બા ટ્રેડિંગમાં થયો હોવાની સંભાવના છે.

આ ઉપરાંત ડમી સીમકાર્ડનો બીજા ઘણા ગોરખધંધામાં ઉપયોગ થયો હોવાનું માનવામાં આવે છે. તેમા ખાસ કરીને હવાલામાં તથા સટ્ટાકાંડમાં આ ડમી સીમકાર્ડનો ઉપયોગ થતો હોવાનું પ્રબળપણે માનવામાં આવે છે. આ સિવાય Duplicate Aadhar Card ડ્રગ્સ રેકેટમાં પણ આ ડમી સીમકાર્ડનો ઉપયોગ થતો હોવાનું માનવામાં આવે છે. આ સિવાય કોઈ ત્રાસવાદી પ્રવૃત્તિમાં નેટવર્ક તરીકે તેનો ઉપયોગ થયો છે કે નહી તે સંભાવનાની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

ભારતમાં ગેરકાયદેસર રીતે કેટલાય લોકો આ પ્રકારના ડમી આધારકાર્ડના આધારે દેશનું નાગરિકત્વ મેળવી લે છે અને ગુજરાતમાં મહેસાણમાં તથા સમગ્ર રાજ્યમાં કેટલા લોકોએ આ રીતે બનાવટી આધારકાર્ડના આધારે Duplicate Aadhar Card નાગરિકત્વ મેળવ્યું છે તે પણ જોવામાં આવી રહ્યુ છે. આમ નકલી આધારકાંડના કૌભાંડને લઈને આગામી દિવસોમાં અનેક ખુલાસા થઈ શકે છે.

 

આ પણ વાંચોઃ Delhi Service Bill/ દિલ્હી સર્વિસ બિલ બન્યો કાયદો, રાષ્ટ્રપતિની મંજૂરી, ભારત સરકારનું જાહેરનામું બહાર

આ પણ વાંચોઃ સાવધાન/ ડોક્ટર સાથે ઝગડ્યા તો તમારી દવા નહીં થાય….

આ પણ વાંચોઃ PM Modi-Saint Ravi Das Smarak/ PM મોદીનો આજે સાગર પ્રવાસ, સંત રવિદાસ મંદિરનું ભૂમિપૂજન અને 1,582 કરોડના રસ્તાઓનો શિલાન્યાસ કરશે

આ પણ વાંચોઃ Mig 29-Kashmir/ શ્રીનગરમાં ભારતીય હવાઇદળે ફાઇટર જેટ્સની પ્લેટૂન તૈયાર કરી

આ પણ વાંચોઃ Har Ghar Tiranga/ પીએમ મોદીએ હર ઘર તિરંગા અંગે લોકોને અપીલ કરી, કહ્યુ- 13 થી 15 ઓગસ્ટ ઘર પર ત્રિરંગો ફરકાવો