Patan News: પાટણમાં (Patan) સામાજીક કાર્યક્રમમાં નિરમાના ચેરપર્સન કરસનદાસ પટેલે પાટીદાર આંદોલન અંગે મોટું નિવેદન આપ્યું હતું. જેમાં લેઉઆ પાટીદારની દીકરીને સીએમ પદેથી હટાવવા કાવતરૂં રચવામાં આવ્યું હોવાના પ્રહાર કર્યા હતા. આંદોલનમાં શહીદ થયેલા નેતાઓને હજુ સુધી ન્યાય મળ્યો નથી. આંદોલનથી સમાજને કશું મળ્યું નથી.
કરસનભાઈ પટેલે નિવેદન આપતા કહ્યું કે, અનામત આંદોલન કરનારા પાટીદારો જ હતા જેના કારણે જ લેઉઆ પટેલની દીકરીને મુખ્યમંત્રી પદ પણ છોડવું પડ્યું. પાટીદાર જ બીજા પાટીદારને કાઢે તે શક્ય નથી, આંદોલન કરનારાઓએ માત્ર પોતાનો સ્વાર્થ જ જોયો. આંદોલનમાં શહીદ થયેલા નેતાઓને હજુ સુધી ન્યાય મળ્યો નથી.
આ નિવેદન પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. કિરીટ પટેલે જણાવ્યું કે, આંદોલનને 10 વર્ષ થઈ ગયા, તો હવો આ નિવેદન આપવાનો શો અર્થ? પાટીદાર આંદોલનથી ઘણા લોકોને ફાયદો થયો છે, ઘણા નેતાઓ આ આંદોલન થકી પાટીદાર સમાજનું નેતૃત્વ કરી રહ્યાં છે, વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. જ્યારે પૂર્વ સીએમ આનંદીબેન પટેલને હટાવ્યાં ત્યારે શા માટે ન બોલ્યા? પાટીદાર નેતા વરૂણ પટેલે સામે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કરસનભાઈ પટેલ આટલા મોટા ઉદ્યોગપતિ છે, તેમને કેમ ગરીબ પરિવારનો નાણાકીય સહાય ન કરી? આંદોલનથી વિદ્યાર્થીઓને હવે 10 ટકા આર્થિક અનામત મળી છે. કરસનભાઈને હવે 10 વર્ષ બાદ હિંમત આવી છે તેમ લોકોમાં ગણગણાટ થઈ રહ્યો હતો.
આ પણ વાંચો:ગુજરાતમાં શું ફરી થશે પાટીદાર આંદોલન, પાટણમાં પાટીદારોએ કર્યું શક્તિપ્રદર્શન
આ પણ વાંચો:હાર્દિક પટેલે પાટીદાર આંદોલનને વેગ આપવા માટેની હાકલ કરી
આ પણ વાંચો:પાટીદાર આંદોલન સમયે MLAની ઓફિસમાં તોડફોડ મામલો, વિસનગર કોર્ટમાં આજે મહત્વ ચૂકાદો
