ભાવનગર/ રીંગરોડ પર કાર ડિવાઈડર સાથે અથડાતા લાગી આગ, ઘટનામાં એક વ્યક્તિ ભુંજાઈ

ભાવનગર શહેરના રિંગરોડ ઉપર એક ફોરવીલ ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ફોરવીલ રોડની ડિવાઇડર સાથે અથડાણી જ્યારે ફોરવીલ માં અચાનક આગ લાગતા પાછળ બેઠેલા વ્યક્તિ બાલી ને ખાક જ્યારે એક વ્યક્તિને સારવાર માટે તાત્કાલિક 108 સર્ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા.

Gujarat Others
કાર

ભાવનગરના રીંગરોડ પર કાર ડિવાઈડરથી અથડાતા કારમાં આગ લાગવાની ઘટના બની હતી..જેમા એક વ્યક્તિ આગના લપેટામાં આવી જતા તેનુ મોત થયુ હતુ જ્યારે એક વ્યક્તિને સ્થાનિક લોકોએ બહાર નિકાળ્યો હતો. પરંતુ તે પણ આગના લપેટામાં આવી જતા ગંભીર રીતે ઇર્જાગ્રસ્ત થયો હતો. અને તેની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બન્ને મિત્રોમાં વિનોદ મકવાણા નામના વ્યક્તિનું મોત થયુ છે. જ્યારે મુકેશ બારૈયાને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

સમગ્ર ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને થતા બન્ને ઘટના સ્થળે પહોચ્યા હતા. ફાયર વિભાગની ટીમે કારમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જ્યારે પોલીસ મૃતદેહને બહાર નિકાળીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયો છે.

 શહેરના ઘોઘા રોડ પર રહેતા વિનોદ મકવાણા અને મુકેશ બારૈયા નામના બે મિત્રો પોતાની મારુતિ ઝેન કાર લઈને મંત્રેસ સર્કલથી ટોપ તરફ જઈ રહ્યા હતા, જેમાં મુકેશ બારૈયા કાર ચલાવતો હતો, જ્યારે વિનોદ મકવાણા તેની બાજુમાં બેઠો હતો. કાર રિંગ રોડ પર પૂરપાટ ઝડપી જઈ રહી હતી. તે દરમ્યાન કાર ચાલક મુકેશ બારૈયા એ કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી વીજપોલ સાથે ટકરાઈ ગઈ હતી. અકસ્માત થતાંની સાથે જ LPG ગેસ કીટ ધરાવતી કારમાં અચાનક વિકરાળ આગ લાગી ગઈ હતી.

કારમાં આગ લાગતાં કાર ચાલક મુકેશ બારૈયાને રિંગરોડ પર બેસવા આવતા સ્થાનિક લોકો અને હોમગાર્ડ જવાનોએ ખેંચીને બહાર કાઢી લીધો હતો. જેથી તેનો આબાદ બચાવ થયો હતો. પરંતું જોકે અચાનક લાગેલી આગમાં મુકેશ બહાર નીકળી શક્યો ન હતો. તે દાઝી જતાં તેને ગંભીર હાલતે હોસ્પિટલ ખેસેડવામાં આવ્યો હતો. જ્યારે કારમાં બેસેલા તેના મિત્ર વિનોદ મકવાણાને બહાર નીકળવાનો મોકો જ મળ્યો નહ તો. તેથી કારમાં લાગેલી ભીષણ આગમાં તે જીવતો ભુંજાઇ ગયો હતો. જેથી ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગ સ્થળ પર ધસી ગયું હતું. અને પાણીનો છંટકાવ કરી ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી.

આ પણ વાંચો:લગ્નની ખરીદી સમયે જ વરરાજાની હત્યા,આવું હતું કારણ….

આ પણ વાંચો:સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી

આ પણ વાંચો:કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

આ પણ વાંચો:જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર