કચ્છની અજરખ બ્લોક પ્રિન્ટ (Ajarakh Block Print) હસ્તકળા આજે દેશ વિદેશમાં જાણીતી થઈ છે. શાકભાજી, માટી અને પ્રાકૃતિક વસ્તુઓમાંથી પ્રાકૃતિક રંગો (Natural colour dyeing) બનાવી લાકડાના બ્લોકથી કાપડ પર અવનવી ડિઝાઇન બનાવવામાં આવે છે. પણ શું આપણે વિચારી શકીએ કે કચ્છથી બે હાજર કિલોમીટર દૂર આંધ પ્રદેશની એક હસ્તકળા (Kalamkari Handicraft) એકદમ કચ્છની અજરખ હસ્તકળા જેવી જ છે?

આંધ્ર પ્રદેશમાં છેલ્લી અનેક સદીઓથી કલમકારી હેન્ડ પ્રિન્ટ વડે અનેક કપડાં બનાવવામાં આવે છે. સદીઓ પહેલાં કલમકારી પ્રિન્ટની શરૂઆત થઈ હતી ત્યારે તેમાંથી કાર્પેટ બનાવવામાં આવતી હતી જે ઇંગ્લેન્ડ મોકલાતી હતી. ધીમે ધીમે તેની માંગ વધતા તેમાંથી રૂમાલ અને લૂંગી બનવા લાગી અને સમય સાથે તેમાંથી ચાદર, સાડી, ડ્રેસ મટીરીયલ અને આજે તો શર્ટ પણ બને છે.

અજરખ બ્લોક પ્રિન્ટ પણ સદીઓ પહેલા શરૂ થઈ ત્યારે તેમાંથી માલધારી સમાજના લોકો માટે લૂંગી બનતી અને મહિલાઓની ઓઢણી પણ બનતી હતી. જેમ સમય આગળ વધતો ગયો અને અજરખ પ્રિન્ટને ખ્યાતિ મળ્યું ગયી, તેમ લૂંગી અને ઓઢણીથી વધીને આજે ડ્રેસ, સાડી, શર્ટ અને અનેક વસ્તુઓ અજરખના કારીગરો બનાવે છે.
જ્યારે આ બન્ને હસ્તકળા બનાવવાની પદ્ધતિની વાત થાય તો બન્નેમાં સૌપ્રથમ કાપડને ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે. ત્યારબાદ શાકભાજી અને અન્ય પ્રાકૃતિક ચીજોમાંથી રંગો બનાવવામાં આવે છે જેનો વપરાશ પ્રિન્ટ માટે કરવામાં આવે છે. જો કે અજરખમાં શાકભાજી ઉપરાંત માટી અને લોખંડ જેવા પદાર્થ પણ વાપરવામાં આવે છે જ્યારે કે કલમકારીમાં સિંગ અને અન્ય વસ્તુઓ વાપરવામાં આવે છે.
પ્રાચીન સમયમાં કલમકારીમાં માત્ર લાલ, મરૂન અને કાળા રંગ જ વાપરતા હતા પણ હવે સમયની માંગ સાથે અનેક રંગો પ્રાકૃતિક ચીજોમાંથી બનાવવામાં આવે છે. હળદર અને અન્ય પદાર્થો હજુ પણ અજરખ અને કલમકારી બન્નેમાં જોવા મળે છે.
Ukraine Crisis / ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક યુક્રેન છોડવા સૂચન, રશિયા-યુક્રેન તણાવ ચરમસીમાએ
TRAI Report / મુકેશ અંબાણીના Jioએ ડિસેમ્બરમાં પ્રતિદિન ગુમાવ્યા 4 લાખ ગ્રાહકો, આ છે સૌથી મોટું કારણ
Dysco / યુકેની નોકરી છોડી ક્રિશા શાહે ખોલી પોતાની કંપની, જાણો ટીના અંબાણીની વહુ શું કામ કરે છે
