સાળંગપુર માં ભારે પવનના લીધે ગેટ પડી ગયો હતો. સાળંગપુર થી બોટાદ જવાના માર્ગે એક લોખંડ ગેટ ધરાશાયી થતા વાહન વ્યવહાર અટવાઇ પડ્યો હતો જોકે રાહતની બાબત એ છે કે લોખંડનો મોટો ગેટ પડી જવા છતાં કોઈ જાનહાની કે મોટી માલહાની થઈ નથી. ગેટ પડવાના કારણે રસ્તા પર વાહનોના થપ્પા લાગ્યા હતાં અને ઘણી વારે રસ્તો કલીયર થયો હતો.
મળતી વધુ વિગત અનુસાર સાળંગપુરમાં બુધવારે સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને પવન પણ ફૂંકાયો હતો. પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો અને પવનની ગતિ વધતા સાળંગપુર બોટાદના માર્ગે આવેલો ગેટ પડી ગયો હતો. ગેટ પડતાની જાન થતા તુરંત જ તંત્રએ કામગીરી હાથ ધરી હતી અને JCBની મદદથી ગેઇટ હટાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમરેલી, સાવરકુંડલા, લાઠી, ભાવનગર અને પાટણ પંથકમાં બુધવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. તેમાં પણ સાળંગપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. પહેલો વરાસાદ હોવાથી લોકોમાં ખુશીની લહેર અને વાતાવરણમાં થોડી ઠંડક જોવા મળી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં છે એવી યુનિવર્સિટી જ્યાં યુવાનો સાથે ભણે છે “ભૂલકાઓ”
