Political/ AIMIMના અસદુદ્દીન ઓવૈસી આવશે ગુજરાત, અમદાવાદ અને ભરૂચમાં કરશે ચૂંટણી પ્રચાર

AIMIMના અસદુદ્દીન ઓવૈસી આવશે ગુજરાત, અમદાવાદ અને ભરૂચમાં કરશે ચૂંટણી પ્રચાર

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. અને દરેક પક્ષ હાલમાં ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. ગુજરાતમાં AIMIM એ આ ચૂંટણીમાં  BTP સાથે ગઠબંધન કર્યું છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

AIMIM સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી આજ રોજ ગુજરાત આવી રહ્યા છે. તેઓ ભરૂચમાં BTPના છોટુ વસાવા સાથે બેઠક  કરશે. સાથે સાથે અસદુદ્દીન ઓવૈસી અમદાવાદ, ભરૂચમાં પ્રચાર કરશે.

ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીને (AIMIM) સત્તાવાર રીતે ગુજરાતના રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે. ઓવૈસીની પાર્ટી AIMIM અમદાવાદ માપના  સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો ઊભા કરવાની પણ જાહેરાત કરી છે.

Ahmedabad / મનપાએ શહેરમાં કોરોના ટેસ્ટિંગ બુથ બંધ કર્યા, કોરોનાના કેસમાં ઘટાડો

જેને લઈને અસદુદ્દીન ઓવૈસી આજ 4 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે અને અમદાવાદ તેમજ ભરૂચમાં ચૂંટણી પ્રચાર કરશે. ચૂંટણી પહેલાં ઓવૈસી પ્રચાર માટે આવશે અને સભાઓ ગજવશે. સાથે જ ભરૂચમાં BTPના છોટુ વસાવા સાથે બેઠક કરશે.

આ અંગે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે અમારી AIMIM પાર્ટી આગામી સમયમાં યોજાનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ઓછામાં ઓછા 15 વોર્ડ પર તો ભરૂચમાં ધારાસભ્ય છોટુ વસાવાની BTP પાર્ટી સાથે ગઠબંધનમાં સીટ શેરિંગને ધોરણે ચૂંટણીઓમાં ઝંપલાવશે.

Rajkot / મોડીરાત્રે રૈયાણીની ઓડિયો ક્લિપ વિશે વાતો કરતાં હતા યુવાનો , આવી પહોંચ્યા ખુદ ધારાસભ્ય અને થઈ બબાલ

Weather / રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત, પરંતુ રાજ્યના અનેક શહેરોમાં છવાયું ધુમ્મસ

America / મોદી સરકારને નવા કૃષિ કાયદાઓ પર અમેરિકાનો ટેકો મળ્યો, કહ્યું- આનાથી ભારતના…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…