Ahmedabad/ મનપાએ શહેરમાં કોરોના ટેસ્ટિંગ બુથ બંધ કર્યા, કોરોનાના કેસમાં ઘટાડો

મનપાએ શહેરમાં કોરોના ટેસ્ટિંગ બુથ બંધ કર્યા, કોરોનાના કેસમાં ઘટાડો

Top Stories Ahmedabad Gujarat

વિશ્વિક મહામારી કોરોનાએ ગુજરાતમાંથી વિદાઈ લેવામાં મૂળમાં હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઈને તંત્ર દ્વારા ઠેરઠેર ઉભા કરવામાં આવેલા જાહેર સ્થળોએ ટેસ્ટિંગ બુથ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં કોરોનાએ મોટા પાયે પાયમાલી  ફેલાવી હતી. જેને કરને શહેરમાં ઠેરઠેર જાહેરમાં ટેસ્ટીંગ બુથ ઉભા કરવામાં આવ્યા હતા. અપ્ર્ન્તું કોરોના ના દૈનિક આંકમાં સતત ઘટાડો થતા આ બુથ હવે બંધ કરવામાંનો મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના ગોતા ખાતે ટેસ્ટિંગ બુથ બંધ  કરવામાં આવ્યું છે. મનપા હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ કામગીરી ચાલુ રહેશે.

મનપાનું  આરોગ્ય તંત્ર હાલ વેક્સીનેશનમાં વ્યસ્ત છે છતાં તેમાં પણ ગતિ આવતી નથી. આરોગ્ય સુત્રોએ કહ્યું હતું કે મોટા ભાગના બુથ પર દિવસમાં એકાદ બે વ્યકિત માંડ ટેસ્ટ કરાવતા હતા. અન્ય જિલ્લાઓમાં પણ કોરોના ખુબ ઘટી ગયો છે. આથી મુસાફરોના ટેસ્ટીંગની ફરજીયાત જરૂર લાગતી નથી. છતાં લોકોને ટેસ્ટ કરાવવો હોય તો તમામ આરોગ્ય કેન્દ્રોમાં સુવિધા ચાલુ જ છે.

ટેસ્ટીંગ પાછળ આટલાં કરોડનો ખર્ચ 

RTI એક્ટિવિસ્ટ દ્વારા અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન પાસેથી તારીખ 1 ફેબ્રુઆરી 2020થી 15 ડિસેમ્બર 2020 સુધી કોરોનાને લગતી એન્ટીજન ટેસ્ટિંગ કિટની માહિતી માંગવામાં આવી હતી. જેમાં આ ટેસ્ટિંગ કિટો કેટલા પ્રમાણમાં, કંઈ સંસ્થા પાસેથી અને કેટલી કિંમતમાં ખરીદવામાં આવી વગેરેનો રેકોર્ડ માંગવામાં આવ્યો હતો.

આ RTIનો જવાબ આપતા AMCના સેન્ટ્રલ મેડિકલ સ્ટ્રોર્સ તરફથી જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું છે કે, મ્યુન્સિપલ કોર્પોરેશને SD બાયૉસેન્સર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ પાસેથી એન્ટિજન ટેસ્ટ કિટના 32,00,000 નંગ 121,12,80,000 રૂપિયામાં ખરીદ્યા છે.

આ સિવાય માયલેબ ડિસ્કવરી સૉલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 2,00,000 નંગ 9,18,40,000 રૂપિયામાં ખરીદી કરી હતી. આમ કુલ કોરોના ટેસ્ટિંગ કિટ પાછલ 141 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. જ્યારે 15-ડિસેમ્બર 2020 સુધીમાં કુલ 2,17,600 નંગનો સ્ટોક છે.

Rajkot / મોડીરાત્રે રૈયાણીની ઓડિયો ક્લિપ વિશે વાતો કરતાં હતા યુવાનો , આવી પહોંચ્યા ખુદ ધારાસભ્ય અને થઈ બબાલ

Weather / રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત, પરંતુ રાજ્યના અનેક શહેરોમાં છવાયું ધુમ્મસ

America / મોદી સરકારને નવા કૃષિ કાયદાઓ પર અમેરિકાનો ટેકો મળ્યો, કહ્યું- આનાથી ભારતના…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…