Ahmedabad News : સિંધુભવન રોડ પર અશ્વવિલા બંગલો ખુશી બંગલો નંબર 27-એ માં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માહિતી બોડકદેવ પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા 11 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસે અહીંથી દાવ પર પડેલા રૂ.18,700, અંગજડતીના રૂ. 85,200, 12 મોબાઈલ અને છ ફોરવ્હીલ મળીને કુલ રૂ. 1,19,16,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ધરપકડ કરાયેલા આરોપીઓમાં સ્નેહલ કે.શાહ, નવીન એસ.રાઠી, ભીમરાજ એસ.ભટ્ટ, અમીત પી.સુર, હિરેન જી.મિસ્ત્રી, અશોક આર.પંચારીયા, રવી ડી.આઈલાની, ચિન્મય કે.રાવલ, શ્રેણિક પી.શાહ, મોહિત ડી.દેસાઈ અને અભિષેક આર.ગાંધીનો સમાવેશ થાય છે.
આરોપી સ્નેહલ શાહ વિરૂધ્ધ અગાઉ ક્રાઈમ બ્રાંચમાં જુગારના બે ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય આરોપી રવી આઈલાની સામે બોપલ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધાયેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો:રોડ અકસ્માતમાં પુત્રીનું મોત, પિતાએ પોતાના વિરુદ્ધ નોંધાવી ફરિયાદ; શું મામલો છે?
આ પણ વાંચો:રાજકોટ સિટી બસ અકસ્માતમાં ફેકટ ફાઇન્ડિંગ કમિટી 30 દિવસમાં રિપોર્ટ આપશે, બસોમાં CCTV લાગશે
આ પણ વાંચો:વડોદરામાં મોડી રાત્રે ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતમાં 2નાં મોત, 8 ઈજાગ્રસ્ત
