Ambaji News/ અંબાજીમાં મેઘરાજાને મનાવવા વેપારીઓનો અનોખો  પ્રયાસ: બજારો બંધ રાખી વનમાં જશે, યોજાશે હોમ-હવન અને વનભોજન

અંબાજીમાં વરસાદ ખેંચાવાને કારણે સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનો ચિંતિત છે. ચોમાસાની ઋતુ હોવા છતાં યોગ્ય વરસાદ ન થતાં, મેઘરાજાને પ્રસન્ન કરવા માટે અંબાજીના વેપારીઓ અને સ્થાનિકો દ્વારા એક અનોખો અને ભક્તિમય નિર્ણય લેવામાં આવ્યો છે.

Gujarat Others Breaking News
Merchant

Ambaji News:  બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વરસાદ ન પડતાં વેપારીઓએ અનોખો નિર્ણય લીધો છે. વરૂણદેવને રીઝવવા માટે આજે અંબાજીના વેપારીઓ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે. વરસાદ માટે પ્રાર્થના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વેપારીઓ (Merchant)દ્વારા વિશેષ  મેઘરાજાને રીઝવવા માટે વિશેષ-હોમ-હવન યોજાશે

અંબાજીના મુખ્ય બજારો આજે સુમસામ જોવા મળશે. વેપારીઓએ નક્કી કર્યું છે કે તેઓ દુકાનો બંધ રાખીને પરિવાર સાથે વનમાં જઈ વનભોજન કરશે. દરેક વેપારી પોતાના ઘરેથી જમવાનું લઈને જશે અને પ્રકૃતિની વચ્ચે સામૂહિક વનભોજનનો કાર્યક્રમ યોજશે. આ ઉપરાંત, વરસાદ માટે વરૂણદેવને પ્રસન્ન કરવા હોમ-હવન અને વિશેષ પૂજા-અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વેપારીઓનું માનવું છે કે ધાર્મિક વિધિ અને સામૂહિક પ્રાર્થનાથી મેઘરાજા પ્રસન્ન થશે અને અંબાજી સહિત સમગ્ર વિસ્તારમાં સારો વરસાદ વરસશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ નોંધાયો છે, પરંતુ અંબાજી અને આસપાસના કેટલાક વિસ્તારોમાં અપેક્ષા મુજબ વરસાદ ન પડતાં વેપારીઓ અને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. વરસાદના અભાવે વેપાર તેમજ કૃષિ પર પણ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વેપારીઓના આ અનોખા આયોજનને સ્થાનિક લોકોનું પણ સમર્થન મળ્યું છે. હવે સૌની નજર એ વાત પર છે કે આ સામૂહિક પ્રાર્થના બાદ અંબાજી પંથકમાં મેઘરાજા મહેરબાન થાય છે કે નહીં.


આ પણ વાંચો:અંબાજી-આબુ રોડ 9 મહિના બંધ, હવે આ રૂટથી પહોંચવું પડશે માઉન્ટ આબુ

આ પણ વાંચો:બનાસકાંઠાના અંબાજીમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી

આ પણ વાંચો:અંબાજીમાં જેઠ પૂનમે ભક્તોની ભારે ભીડ, ટ્રાફિક અને પાર્કિંગની મોટી સમસ્યા