Ahmedabad News : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) એ ભાવેશ અશોકભાઈ પટેલ અને અન્યના કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ગેરકાયદેસર રીતે વ્યક્તિઓને મોકલવાના આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતાં EDએ મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં 8 સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યું હતું.
ED, Ahmedabad has conducted search operations on 10.12.2024 and 19.12.2024, under the provisions of PMLA, 2002 at 8 locations in Mumbai, Nagpur, Gandhinagar and Vadodara as part of the ongoing probe in the case of Bhavesh Ashokbhai Patel and others (Dingucha case) for…
— ED (@dir_ed) December 24, 2024
આ સમગ્ર ઘટનાક્રમમાં એવું બહાર આવ્યું છે કે આરોપીઓએ એક સુનિયોજિત કાવતરું રચીને લોકોને કેનેડા મોકલ્યા બાદ ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડતા હતા. આ રીતે તેઓ ગેરકાયદેસર રીતે વ્યક્તિઓને વિદેશ મોકલવાનો ગુનો કરી રહ્યા હતા.
EDની કાર્યવાહી દરમિયાન મળેલી માહિતી અનુસાર, સર્ચ ઓપરેશન દરમિયાન અન્ય વિવિધ ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને 02 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આરોપીઓના બેંક ખાતામાં રૂ. 19 લાખની રકમ ફ્રીઝ કરવામાં આવી છે. આ ઓપરેશન દ્વારા EDએ ગેરકાયદેસર રીતે વ્યક્તિઓને વિદેશ મોકલવાના આંતરરાષ્ટ્રીય રેકેટને મોટો ફટકો માર્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
