Ahmedabad News/ ED નો સપાટો : અમદાવાદ-મુંબઈમાં સાત ઠેકાણે દરોડા, 100 કરોડના ટ્રાન્ઝેક્શન સંદર્ભે સર્ચ

તપાસ દરમિયાન EDએ 13 કરોડથી વધુની રકમ જપ્ત કરી છે

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 12 08T133511.622 ED નો સપાટો : અમદાવાદ-મુંબઈમાં સાત ઠેકાણે દરોડા, 100 કરોડના ટ્રાન્ઝેક્શન સંદર્ભે સર્ચ

Ahmedabad News : મની લોન્ડ્રિંગને લઈ ED એક્શન મોડમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે થયેલા શંકાસ્પદ બેંક વ્યવહારોની તપાસ હાથ ધરાઈ છે. પાપ્ત વિગતો મુજબ અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળે દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ તપાસ દરમિયાન EDએ 13 કરોડથી વધુની રકમ જપ્ત કરી છે. નાસિક મર્ચન્ટ બેંકના 14 ખાતામાંથી થયેલા વ્યવહારોની પણ તપાસ હાથ ધરાઈ છે. સાથો સાથ 14 ખાતામાં 100 કરોડથી વધુની રકમ જમા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, અન્યના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ખાતા ખોલાયા હતા. ત્યારે EDએ અકરમ સફી, વસીમ ભેસાણિયાની ધરપકડ કરી છે.

આ મામલો નાસિક મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રના નકલી ખાતા સાથે સંબંધિત છે. જેમાં ડેબિટ વ્યવહારોની ED દ્વારા તપાસ હાથ ધરવામાં આવી તો મની ટ્રેલ તપાસમાં સામે આવ્યું કે મોટા ભાગની રકમ 21 લોકોની માલિકીમાંથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેમાં મોટા ભાગે ઓનલાઈન ચેનલો દ્વારા આ વ્યવહાર કરવામાં આવ્યા છે અને વિવિધ કંપનીઓને રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટડીમાં ACBના PIના ભાઇના ઘરે ઝડપાયું જુગારધામ, 50 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો કબ્જે

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી જુગારધામ ઝડપાયું

આ પણ વાંચો: સુરતમાં SMCના જુગારધામ પર દરોડા, કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો