અમરેલી
અમરેલીમાં કાયદો અને વ્યસ્થાની કથળતી જતી પરિસ્થિતિને લઇને જિલ્લાના 4 ધારાસભ્યો ધરણાં પર બેઠા હતા. જિલ્લા પોલીસ વડાની કચેરી સામે કોંગ્રેસના 4 ધારાસભ્યોએ ધરણાં કર્યા.
લાઠી-બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમ્મરની આગેવાની હેઠળ એક દિવસ માટે આ પ્રતિક ધરણા પર બેઠા હતા. તો બીજી બાજુ પોલીસની કામગીરીથી નારાજ ઓટો રિક્ષા ચાલકો અને લારી ગલ્લાવાળાઓ પણ આ ધરણામાં જોડાયા હતા. ખાસ કરીને અમરેલી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને જીલ્લા પોલીસની કામગીરી સામે કોંગ્રેસના ધારાસભ્યોએ મોરચો માંડયો હતો.
અમરેલી જિલ્લાના પોલીસવડાની કચેરી સામે છાવણી નાખીને એક દિવસ માટે પ્રતિક ધરણા પર બેસી ગયા હતા. ધરણા પર બેસેલા ધારાસભ્યોનું કહેવું છે કે રાજ્ય તથા જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને સરકાર તેના પર કાબુ મેળવવામાં નિષ્ફળ નિવડી છે.

બીજી બાજુ પોલીસની કામગીરીથી પરેશાન ઓટો રિક્ષા ચાલકો અને લારી ગલ્લાવાળાઓ પણ આ ધરણાના સમર્થનમાં આવ્યા હતા. આ તરફ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે પોલીસ પર ખોટા આક્ષેપો થઈ રહ્યા છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારુ રીતે ચાલી રહી છે.
ધારાસભ્ય વીરજી ઠુંમરની આગેવાનીમાં જિલ્લા પોલીસ વડાની કચેરી સામે કાયદો વ્યવસ્થા કથળી હોવાને કારણે ધારાસભ્ય વીરજી ઠુંમરની આગેવાનીમાં એસ.પી કચેરી સામે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર સહીત જિલ્લાના 4 ધારાસભ્ય સહીત કોંગ્રેસના કાર્યકરો હોદેદારો સહીત આ પ્રતીક ધરણામાં જોડાયા હતા.

કોંગી અગ્રણીઓ એ સુત્રાચ્ચાર કરી વિરોધ પ્રદશન કરી આ જિલ્લા લૂંટ ચોરી મહિલા ઓની સલામતી નથી અને રેતી ચોરીમાં પણ અહીંની પોલીસની સંડોવણી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને એસ.પી કચેરીમાં પોહચી આ મુદ્દે આવેદન પત્ર આપી ન્યાય ની માંગ કરી હતી

અમરેલીમાં સવારે 10 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી અહીં કોંગ્રેસ ના 4 ધારાસભ્યો પ્રતીક ધરણા પર બેસવાના છે અહીં મોટી સંખ્યામાં જિલ્લા કોંગ્રેસના કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હવે જોવાનું એ રહે છે કે જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થતિ કાબુમાં આવશે કે કેમ તે તો આવનારો સમયજ બતાવશે
