વલસાડમાં દર વખતે એક ગામના લોકોએ Jalpariksha અંતિમ ક્રિયા માટે અગ્નિપરીક્ષા નહી પણ ‘જળપરીક્ષા’ આપવી પડે છે. વલસાડ તાલુકાના કાકડમટી ગામમાં પુલના અભાવે દર વર્ષે ચોમાસામાં ગામમાં મૃત્યુ પામનાર મૃતકોને પાર નદીના ધસમસતા પાણીમાં મૃતદેહને લઈ જવાનો વારો આવે છે. નદીના તટ નજીક અંતિમક્રિયા કરવા મૃતદેહને લઈ જવા સ્થાનિક લોકો મજબૂર બને છે.
કાકડમટી ગામમાં સ્થાનિક લોકોએ વારંવાર Jalpariksha ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરવા છતાં ગામની નદી પર પુલ ન બનાવતા ભરવરસાદમાં અંતિમક્રિયા કરવા ગામના લોકો મજબૂર બને છે. આજે પણ એવી જ સ્થિતિ જોવા મળી હતી. જ્યાં ગામના એક વ્યક્તિનું મોત થતાં તેની અંતિમક્રિયા કરવા માટે પરિવારને અગ્નિપરીક્ષા આપવી પડી હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં છે.
ગામમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ચોમાસાની Jalpariksha સીઝનમાં નદી ઓળંગી બીજા કિનારે આવેલા સ્મશાનમાં અંતિમક્રિયા માટે જવું પડે છે. વર્ષોથી તંત્રને ગ્રામજનોએ પુલ બનાવવા રજૂઆતો કરી છે, પરંતુ ગ્રામજનોની રજૂઆતો આજદિન સુધી કોઈ નિરાકરણ નહિ આવતાં ગ્રામજનોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે, જેથી વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય એવી પણ માંગ ગ્રામજનો કરી રહ્યાં છે. આજે પણ ગામના એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે તેમની સ્મશાનયાત્રા કેવી રીતે કાઢવી તેવી અવઢવમાં પરિવારજનો પડી ગયાં હતાં.
દરમિયાન,અન્ય કોઈ વિકલ્પના હોવાથી પરિજનોએ Jalpariksha નદીના પાણી વચ્ચેથી સ્મશાન પહોચવું મુનાસીબ માન્યું હતું અને સ્વજનોએ અંતિમયાત્રા કાઢી હતી. નદીના ધસમસતા વહેણ વચ્ચે નદીમાંથી સ્મશાનયાત્રા નીકળી અને વડીલ સ્વજનને અંતિમ વિદાય અપાઈ હતી.
જોકે આ બાબતે ગામના સરપંચ સહિત અગ્રણીઓએ Jalpariksha ઉચ્ચ અધિકારીઓને ગામમાં પુલ બનાવવા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ગામના સ્થાનિક લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગામના સ્થાનિક લોકોએ જીવના જોખમે નદીમાં ઊતરી બીજા કિનારે મૃતદેહને લઈ જઈ ખૂલી જગ્યામાં વરસાદી માહોલમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા પડે છે. વહેલી તકે પુલ બનાવવા સ્થાનિક અગ્રણીઓ રજૂઆત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Kutch-Heavyrain/ કચ્છમાં સળંગ પાંચમાં વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ
આ પણ વાંચોઃ Espionage/ ગુજરાત ATSએ પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી
આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2024/ ગુજરાત ભાજપ લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત, સાત જિલ્લાના પ્રભારી જાહેર
આ પણ વાંચોઃ Ahmedabad-Heavyrain/ અમદાવાદમાં વહેલી સવારથી વરસાદઃ પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી
આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2024/ 2024 પહેલા ભાજપનો માસ્ટરસ્ટ્રોક! આ 10 દિગ્ગજ નેતાઓનો રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો
