Banaskantha News : બનાસકાંઠાના કાંકરેજમાં ભૂસર વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બુકોલી જમણાપાદર બનાસ નદીમાંથી અનઅધિકૃત રેતીનું ખનન ઝડપાયું છે. અહીંથી ભૂસ્તર વિભાગ દ્વારા 12 ડમ્પર અને એક હીટાચી મશીન મળી રૂ.4.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ભૂસ્તર વિભાગની ટીમે ખોદકામ કરેલ જગ્યાની માપણી પણ કરી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે.બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંગ સારસ્વાએ જણાવ્યું હતું કે, આ ઓપરેશન ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું છે.
ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો:અમરેલીમાં પિતાએ જ પુત્રી પર ગુજાર્યો બળાત્કાર, લાલબત્તી સમાન ઘટના