BCA/ અમે ક્રિકેટ માટે મેદાનમાં પરસેવો વહાવ્યો છે, એસી રૂમમાં બેસી નથી રહ્યાઃ કિરણ મોરે

વડોદરા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી વર્તમાન રિવાઇવલ જૂથ વિ. રોયલ જૂથ વચ્ચેનો જંગ બની ગઈ છે. રિવાઇવલ જૂથના કિરણ મોરેએ રોયલ જૂથને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે અમે મેદાન પર પરસેવો પાડ્યો છે, એસી કેબિનમાં બેસીને જ કામ કર્યું નથી.

Gujarat Vadodara Breaking News
મેદાન (BCA) પર પરસેવો પાડનારાનો એસી રૂમમાં બેઠેલાને પડકાર

Vadodara News: અમે ક્રિકેટ માટે મેદાનમાં પરસેવો વહાવ્યો છે અને એસી રૂમમાં બેસી નથી રહ્યા તેવો જવાબ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરેએ વડોદરા ક્રિકેટ એસોસિયેશન (BCA) ની ચૂંટણીમાં તેમની સામે મેદાનમા ઉતરેલા રોયલ સત્યમેવ જૂધને આપ્યો છે.

વડોદરા ક્રિકેટ એસો.ની ચૂંટણી વ્યાપી રાજકીય ગરમી

આમ વડોદરા ક્રિકેટ એસોસિયેશન(BCA)ની ચૂંટણી પૂર્વે રાજકીય હલચલ તીવ્ર બનતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. રિવાઇવલ ગ્રુપની બેઠક પછી ક્રિકેટ રાજકારણમાં હલચલ મચી ગઈ છે. રિવાઇવલ ગ્રુપની બેઠકમાં ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર કિરણ મોરએ હરીફ પક્ષ રોયલ સત્યમેવ જયતે જૂથની ઝાટકણી કાઢી હતી.

મેદાન (BCA) પર પરસેવો પાડનારાનો એસી રૂમમાં બેઠેલાને પડકાર
મેદાન (BCA) પર પરસેવો પાડનારાનો એસી રૂમમાં બેઠેલાને પડકાર

કિરણ મોરેનો નિસ્વાર્થ ભાવે સેવાનો દાવો

કિરણો મોરે (Kiran More) એ પોતે બરોડા ક્રિકેટ એસોસિયેશન(BCA)ની નિસ્વાર્થભાવે સેવા કરી હોવાનો દાવો કર્યો હતો. આ બેઠકમાં બરોડા ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પ્રણવ અમીન પણ હાજર રહ્યા હતા. આગામી ચૂંટણીમાં મુકાબલો તેજ બને તેમ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે વર્તમાન જૂથ સામે પડેલા હરીફ જૂથને ભૂતપૂર્વ રાજવી પરિવાર ગાયકવાડ કુટુંબનું સમર્થન છે. આ ગ્રુપ રોયલ ગ્રુપ છે અને તેની બેઠક થોડા સમય પહેલાં યોજાઈ હતી.

મેદાન (BCA) પર પરસેવો પાડનારાનો એસી રૂમમાં બેઠેલાને પડકાર
મેદાન (BCA) પર પરસેવો પાડનારાનો એસી રૂમમાં બેઠેલાને પડકાર

રોયલ ગ્રુપનું શક્તિ પ્રદર્શન

રોયલ ગ્રુપના શક્તિ પ્રદર્શનમાં પ્રમુખપદના ઉમેદવાર દર્શન બેંકર, ભૂતપૂર્વ BCCI સચિવ સંજય પટેલ, અનંત ઇન્દુલકર, જતીન વકીલ અને અન્ય સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને BCA સભ્યો હાજર રહ્યા હતા. દર વર્ષે નિયમિતપણે યોજાતી ચૂંટણીઓ આ વખતે મહાશિવરાત્રી પર યોજાઈ હતી તે હકીકતે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. આને લઈને શંકાકુશંકાનું વાતાવરણ પણ પ્રવર્તે છે. વર્તમાન જૂથે પોતાનું અસ્તિત્વ જાળવવા કોઈ નવો જ ખેલ કર્યો છે તેવો સવાલ પણ તેમણે પૂછ્યો હતો.

15 ફેબ્રુઆરીએ છે વડોદરા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી

15 ફેબ્રુઆરીએ યોજાનારી વડોદરા ક્રિકેટ એસોસિએશન (BCA)ની ચૂંટણી પહેલા, રોયલ સત્યમેવ જયતે ગ્રુપે રવિવાર રાત્રે, પહેલી ફેબ્રુઆરી, વડોદરાના સયાજી વિહાર ક્લબ ખાતે શક્તિ પ્રદર્શન કર્યું. રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપના પ્રમુખપદના ઉમેદવાર દર્શન બેંકર, રોયલ ગ્રુપના નેતા અને વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિવ સંજય પટેલ, અનંત ઇન્દુલકર, જતીન વકીલ અને મોટી સંખ્યામાં નેતાઓ અને બીસીએ સભ્યો હાજર રહ્યા હતા.

વડોદરા ક્રિકેટનું સ્તર કથળ્યાનો દાવો

ઉમેદવારો અને સભ્યોએ તેમના ભાષણોમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં વડોદરામાં ક્રિકેટનું સ્તર નોંધપાત્ર રીતે ઘટ્યું છે. હાર્દિક પંડ્યા પછી, વડોદરામાંથી કોઈ મોટો ક્રિકેટર ઉભરી આવ્યો નથી. ખેલાડીઓ ઝોનલ કે રાષ્ટ્રીય ટીમોમાં પહોંચી શકતા નથી. તેમણે રિવાઇવલ ગ્રુપ પર “અયોગ્ય પાત્રો” હોવાનો પણ આરોપ લગાવ્યો. રોયલ સત્યમેવ જયતે ગ્રુપના પ્રમુખપદના ઉમેદવાર દર્શન બેંકરે જણાવ્યું હતું કે, “આજે BCA સભ્યો સાથે અમારી પહેલી બેઠક હતી. અમે BCAમાં શું કરવા માંગીએ છીએ અને અત્યાર સુધી શું ખોટું થઈ રહ્યું છે તેના પર અમારા વિચારો શેર કર્યા. જોકે આ બેઠક ટૂંકી સૂચના પર યોજાઈ હતી, પરંતુ સભ્યોમાં ઘણો ઉત્સાહ છે.” “IPL માં વડોદરાના ખેલાડીઓની પસંદગી પણ ઘટી રહી છે.”

પંડ્યા બંધુઓ પછી વડોદરા કોઈ ક્રિકેટર આપી શક્યું નથી

તેમણે વધુમાં કહ્યું કે અમે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છેલ્લા 10 વર્ષમાં વડોદરામાં ક્રિકેટનું સ્તર નોંધપાત્ર રીતે કથળ્યું છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) પછી, વડોદરામાંથી કોઈ મોટો ક્રિકેટર ઉભરી આવ્યો નથી. IPL માં વડોદરાના ખેલાડીઓની પસંદગી પણ ઘટી રહી છે. અમે છેલ્લા 14 વર્ષમાં રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલમાં પણ રમ્યા નથી. અમારો ઉદ્દેશ્ય ક્રિકેટ વહીવટમાં પારદર્શિતા લાવવાનો અને ભૂતપૂર્વ ક્રિકેટરોને આ પ્રક્રિયામાં સામેલ કરવાનો છે. “સ્ટેડિયમ સુવિધાઓ અને વ્યવસ્થાપનમાં પણ સુધારો કરવાની જરૂર છે.”

તેમણે કહ્યું કે સભ્યોને ટિકિટ ખરીદવા માટે કલાકો સુધી લાઇનમાં રાહ જોવી પડે છે, જે આજે ઘટાડી દેવામાં આવી છે. આ સમયે આ યોગ્ય નથી. સ્ટેડિયમમાં સભ્યો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા નથી. તેમને પ્લાસ્ટિકની ખુરશીઓ પર બેસાડવામાં આવે છે, જ્યારે બિન-સભ્યો બોક્સમાં બેસે છે. અમે આ પરિસ્થિતિ બદલવા માંગીએ છીએ. સ્ટેડિયમની સુવિધાઓ અને વ્યવસ્થાપનમાં પણ સુધારો કરવાની જરૂર છે.


આ પણ વાંચો: BCAની સામાન્ય ચૂંટણી મહાશિવરાત્રિએ યોજાતા સર્જાયો વિવાદ

આ પણ વાંચો: પુર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન કોમામાં,પત્નિએ બીસીસીઆઇ પાસે માંગી મદદ

આ પણ વાંચો: જેકોબ માર્ટિન પરથી વેન્ટીલેટર હટાવાયું, જનરલ વોર્ડમાં શીફ્ટ થયા, હાલતમાં સુધારો