Gandhinagar News/ મતદાર યાદી મુદ્દે ગુજરાતમાં રાજકારણ ગરમાયું! કોંગ્રેસના આક્ષેપો પર ભાજપના અનિલ પટેલનો વળતો પ્રહાર

ગુજરાતમાં મતદાર યાદીના શુદ્ધિકરણ (SIR) મુદ્દે રાજકારણ ગરમાયું. ભાજપ (BJP) પ્રવક્તા ડૉ. અનિલ પટેલે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે.

Gujarat Gandhinagar Trending
Anil Patel BJP Statement Voter List

Anil Patel BJP Statement Voter List: ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી મતદાર યાદીના શુદ્ધિકરણની પ્રક્રિયા (SIR) મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા ભાજપના પ્રદેશ પ્રવક્તા ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું કે, આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને હારનો ડર હોવાથી અત્યારથી જ પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે.

SIR એ સતત ચાલતી પ્રક્રિયા છે 

ડૉ. અનિલ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, SIR (Special Internal Revision) એ આઝાદી પછી સમયાંતરે ચાલતી એક સામાન્ય પ્રક્રિયા છે. મતદાન યાદીના શુદ્ધિકરણ માટે તમામ પક્ષો હંમેશા રજૂઆતો કરતા હોય છે અને ચૂંટણી પંચે આમાં કોઈ વૈધાનિક ફેરફાર કર્યા નથી.

કોંગ્રેસ ‘ફોર્મ નંબર 7’ અંગે જ્ઞાન મેળવે: BJP

કોંગ્રેસના વિરોધ પર કટાક્ષ કરતા અનિલ પટેલે કહ્યું કે, “હાલમાં ચૂંટણી પંચ દ્વારા ફોર્મ નંબર 7 (મતદાર યાદીમાંથી નામ કમી કરવા અંગે) ની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ કોંગ્રેસે ફોર્મ નંબર 7 ક્યારે અને કોણ ભરી શકે તેની પૂરતી જાણકારી મેળવવી જરૂરી છે. ચૂંટણી પંચ પાસે જ્યારે અરજીઓ આવે ત્યારે તેનું પ્રોપર વેરીફીકેશન થતું હોય છે. જો કોઈ મતદારનું અવસાન થયું હોય તો તેનું નામ કમી કરવા માટે પણ ચૂંટણી પંચ કડક ચકાસણી કરે છે.”

17 ફેબ્રુઆરીએ આવશે ડ્રાફ્ટ યાદી

ભાજપ પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું કે, ચૂંટણી પંચ આગામી 17 ફેબ્રુઆરીએ ડ્રાફ્ટ યાદી જાહેર કરવાનું છે. નિયમ મુજબ, ડ્રાફ્ટ યાદી આવ્યા પછી જ વિરોધ કે રજૂઆત કરવી જોઈએ, પરંતુ કોંગ્રેસ માત્ર ચર્ચામાં રહેવા માટે અને જનતા વચ્ચે જવા માટે કોઈ મુદ્દા બચ્યા ન હોવાથી આવા નકામા પ્રયાસો કરી રહી છે.


આ પણ વાંચો :રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ આ ધારાસભ્યોને લાલ લાઈટની શુભેચ્છા પાઠવી

આ પણ વાંચો :ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા

આ પણ વાંચો : તડકેશ્વરમાં રામ ધૂન ગાઈને ભાજપના ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો: અમિત ચાવડા