Not Set/ થરાદથી વડોદરા જતી એસ.ટી બસ ડિવાઈડર સાથે અથડાઈ

બનાસકાંઠા, બનાસકાંઠાના પાલનપુરના હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. એસ.ટી પિકઅપ સ્ટેન્ડ પાસે થરાદથી વડોદરા જતી એસ.ટી બસ ડિવાઈડર સાથે અથડાઇ હતી. ચાલુ બસે ડ્રાઇવર નીચું નમી કઈક લેવા જતા ત્યારે અચાનક અકસ્માતની ઘટના બની હતી. ત્યારે ડિવાઈડર પાસે બેઠેલા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતગ્રસ્ત બસ થરાદથી વડોદરા જઇ રહી હતી અને સવારે પાલનપુરથી પસાર […]

Gujarat Others

બનાસકાંઠા,

બનાસકાંઠાના પાલનપુરના હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. એસ.ટી પિકઅપ સ્ટેન્ડ પાસે થરાદથી વડોદરા જતી એસ.ટી બસ ડિવાઈડર સાથે અથડાઇ હતી.

ચાલુ બસે ડ્રાઇવર નીચું નમી કઈક લેવા જતા ત્યારે અચાનક અકસ્માતની ઘટના બની હતી. ત્યારે ડિવાઈડર પાસે બેઠેલા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતગ્રસ્ત બસ થરાદથી વડોદરા જઇ રહી હતી અને સવારે પાલનપુરથી પસાર થઇ રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. બસમાં 25થી 30 મુસાફરો હોવાનું જણાવાઇ રહ્યું છે. જો કે સદભાગ્યે મોટો અકસ્માત થવાનું ટળી ગયું હતુ.

બીજી તરફ આ અકસ્માતને કારણે વડોદરા-અમદાવાદ આવતા આ બસનાં મુસાફરો અટવાયા છે. તો આ અકસ્માત થતા જ ડ્રાઇવર અને કંડક્ટર ફરાર થઇ ગયા હતા.

સદનસીબે એસ ટી બસમાં બેઠેલા મુસાફરો સલામત છે. ત્યારે ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની ઘટના બાદ ડ્રાઇવર અને કંડકટર ફરાર થઇ ગયા હતા..ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.