સુરત,
સુરતના કામરેજના ધોરણ પારડી ગામમાં લગ્નપ્રસંગના ડાયરમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં એક યુવાને ડાયરામાં હવામાં ફાયરિંગ કર્યું હતું. ઉલ્લેકનિય છે કે, ડાયરામાં સામાન્ય રીતે પૈસાની નોટો ઉછાળવામાં આવે છે પરંતુ આ ડાયરમાં ફાયરિંગ થયું હતું . મહત્વનું છે કે, લગ્ન પ્રસંગે કલાકાર તરીકે કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેને બોલાવવામાં આવ્યા હતા.
