Not Set/ રથયાત્રાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, નાથનાં વધામણાને લઇને તંત્ર સજ્જ

ભાવનગર, ભાવનગરમાં રાજ્યની બીજા નંબરની રથયાત્રા નીકળશે. ત્યારે આ રથયાત્રામાં પુરતો બંદોબસ્ત ગોઠવવા  પોલીસની ટુકડીઓ તૈયાર થઇ ગઈ છે.જેમાં સાત સેક્ટરમાં રથયાત્રાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડી.આઈ.જી-એસ.પી સહિતના પાંચ હજાર જવાનો આ રથયાત્રા બંદોબસ્તમાં તેનાથ કરશે. બંદોબસ્ત અંગેની જાણકારી આપવા માટે જીલ્લા પોલીસવડા દ્વારા એક પ્રેસકોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં રથયાત્રા બંદોબસ્ત અંગેની […]

Top Stories Gujarat Trending

ભાવનગર,

ભાવનગરમાં રાજ્યની બીજા નંબરની રથયાત્રા નીકળશે. ત્યારે આ રથયાત્રામાં પુરતો બંદોબસ્ત ગોઠવવા  પોલીસની ટુકડીઓ તૈયાર થઇ ગઈ છે.જેમાં સાત સેક્ટરમાં રથયાત્રાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડી.આઈ.જી-એસ.પી સહિતના પાંચ હજાર જવાનો આ રથયાત્રા બંદોબસ્તમાં તેનાથ કરશે.

બંદોબસ્ત અંગેની જાણકારી આપવા માટે જીલ્લા પોલીસવડા દ્વારા એક પ્રેસકોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં રથયાત્રા બંદોબસ્ત અંગેની જાણકારી આપવામાં આવી હતી.

જેમાં ભાવનગરમાં પરંપરાગત રીતે નીકળનારી આ રથયાત્રાનો પ્રારંભ ભગવાનેશ્વર મંદિરથી થશે અને આ રથયાત્રા શહેરના ૧૭ કિલો મીટરના રૂટ પર ફરશે.

જેમાં ડી.આઈ.જી-એસ.પી ઉપરાંત ૨૦ સીનીયર આઈ.પી.એસ કેટેગરીના અધિકારીઓ, ૪૦ પીઆઈ તેમજ પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો ૩૫૦૦ તેમજ  હથિયારધારી ઘોડેસવાર જવાનો-પેરામિલેટ્રી ફોર્સની બે કંપની, સાત એસ.આર.પીની ટુકડીઓ મળી કુલ ૪૦૦૦ જેટલા સુરક્ષાકર્મીઓ ફરજ પર તૈનાત રહેશે.

રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા પરિપૂર્ણ થાય તે બાબતના જરૂરી તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે .રથયાત્રા પૂર્વે ભાવનગર પોલીસ તથા વિવિધ ફોર્સ ના જવાનો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં રૂટમાર્ચ કરવામાં આવ્યું હતું.