Not Set/ કળયુગની વધુ એક ધૃણાસ્પદ ઘટના આવી સામે, 12 વર્ષીય કિશોરીએ આપ્યો બાળકને જન્મ

સુરત, સુરતમાં 12 વર્ષની કિશોરીને સગા બાપે હવસનો શિકાર બનાવી દેતા કિશોરીએ બાળકને જન્મ આપ્યો છે. સગા બાપે માસૂમ કિશોરી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. કિશોરી 12 વર્ષની વયે માતા બનતા તેના બાળકને સમાજ સેવી મહેશ સવાણીએ દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે માતાપિતાના છૂટાછેડા થયા બાદ માસૂમ કિશોરી પિતાને મળવા અવાર-નવાર વ્યારા […]

Gujarat Surat Trending
photo 3 કળયુગની વધુ એક ધૃણાસ્પદ ઘટના આવી સામે, 12 વર્ષીય કિશોરીએ આપ્યો બાળકને જન્મ

સુરત,

સુરતમાં 12 વર્ષની કિશોરીને સગા બાપે હવસનો શિકાર બનાવી દેતા કિશોરીએ બાળકને જન્મ આપ્યો છે. સગા બાપે માસૂમ કિશોરી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે.

કિશોરી 12 વર્ષની વયે માતા બનતા તેના બાળકને સમાજ સેવી મહેશ સવાણીએ દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે માતાપિતાના છૂટાછેડા થયા બાદ માસૂમ કિશોરી પિતાને મળવા અવાર-નવાર વ્યારા ગામે જતી હતી.

આ ઘટનામાં 27 જૂન 2018ના રોજ કાકરાપાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. જેમાં ફરિયાદ સોનગઢ પોલીસ સ્ટેશનમાં રીફર કરાઈ હતી.

આ પહેલા માસૂમ કિશોરીને સુરત સિવિલ હોસ્પિટલમાં 3 વાર દાખલ કરાઈ હતી. જેમાં પ્રસૂતિની પીડા ઉપડતા માસૂમ કિશોરીને સિવિલ લવાઈ હતી. જેમાં પીડા સહન ન કરી શકનાર કિશોરીનું આખરે ડોક્ટર્સની ટીમે સિઝર કરીને બાળકને જન્મ આપ્યો છે.