રાજ્યમાં કોરોના કેસ સતત ત્રીજા દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે જે આપણા માટે રાહત ના સમાચાર છે . છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12,820 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે 140 લોકોના મૃત્યુ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી 11,999 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિત કેસ 6,૦7,422 છે. રાજ્યમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 1,47,499 છે.
ગુજરાતમાં આજે સોમવારે 1,41,843 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. રસીકરણના ત્રીજા તબકકા દરમિયાન ગુજરાતમાં આજે 18થી 44 વર્ષ સુધીના 27,272 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકવામાં આવ્યો છે. તો 45થી વધુ વયના કુલ 36,177 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 67,368 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 99,41,391 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 26,31,820 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયુ છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1,25,73,211 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.