Not Set/ કોરોના ટેસ્ટીંગ માટે સીટી-સ્કેન કેટલું જોખમી છે? આવો જાણીએ

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મોટી સંખ્યામાં લોકો સીટી સ્કેન કરાવી રહ્યા છે. હકીકતમાં, ઘણા લોકોમાં કોરોના લક્ષણો હોવા છતાં પણ કોરોના રીપોર્ટ નેગેટીવ આવી રહી છે.

Health & Fitness Trending
bharuch aag 26 કોરોના ટેસ્ટીંગ માટે સીટી-સ્કેન કેટલું જોખમી છે? આવો જાણીએ

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મોટી સંખ્યામાં લોકો સીટી સ્કેન કરાવી રહ્યા છે. હકીકતમાં, ઘણા લોકોમાં કોરોના લક્ષણો હોવા છતાં પણ કોરોના રીપોર્ટ નેગેટીવ આવી રહી છે. આવા લોકોને ડોક્ટર સીટી સ્કેન કરવા માટે સલાહ આપે છે. પરંતુ એઇમ્સના ડિરેક્ટર ડો.રનદીપ ગુલેરિયા કહે છે કે જો કોરોનામાં હળવા લક્ષણો હોય તો સીટી સ્કેન કરવાની જરૂર નથી. ડો.ગુલેરિયા કહે છે કે સીટી સ્કેન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. સીટી સ્કેન પછી, કેન્સરની સંભાવના વધી શકે છે.

ડો.ગુલેરિયાએ કહ્યું, ‘સીટી સ્કેન અને બાયોમાકરનો દુરૂપયોગ થઈ રહ્યો છે. જો હળવા લક્ષણો હોય તો સીટી સ્કેનનો કોઈ ફાયદો નથી. સીટી સ્કેન 300 છાતીના એક્સ રે બરાબર છે. તે ખૂબ જ નુકસાનકારક છે. એઈમ્સના નિર્દેશકે કહ્યું કે આજકાલ ઘણા લોકો સીટી સ્કેન કરાવી રહ્યા છે.. જ્યારે સીટી સ્કેનની જરૂર નથી, તો બિન જરૂરી સીટી સ્કેન કરાવી તમે તમારી જાતને વધુ નુકસાન કેમ પહોચાડી રહ્યા છો.  તમે તમારી જાતને રેડિયેશનના સંપર્કમાં લાવી રહ્યાં છો. જે કેન્સર જેવા જોખમ ને વધારે છે.

આ સાથે ડો.ગુલેરિયાએ ઘરના એકાંતમાં રહેતા લોકોને તેમના ડોક્ટર સાથે સંપર્ક ચાલુ રાખવાની સલાહ આપી. ઓક્સીજન સેચ્યુરેશન 93 કે તેનાથી ઓછું હોય મૂર્છા જેવી પરિસ્થિતિઓ છે, જો તમને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

12 રાજ્યોમાં 1 લાખથી વધુ સક્રિય કેસ

આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 81.77% લોકો સાજા થયા છે. દેશમાં લગભગ 34 લાખ સક્રિય કેસ છે. ચેપને કારણે અત્યાર સુધીમાં લગભગ 2 લાખ લોકોનાં મોત નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,417 મૃત્યુ નોંધાયા છે. તેમણે કહ્યું કે દેશમાં એવા 12 રાજ્યો છે જ્યાં 1 લાખથી વધુ સક્રિય કેસ છે. 7 રાજ્યોમાં સક્રિય કેસની સંખ્યા 50,000 થી 1 લાખની વચ્ચે રહે છે.