ભીષણ આગ/ પાકિસ્તાનમાં સુપર લીગ શરૂ થતાં પહેલા કરાચીના સ્ટેડિયમમાં ભીષણ આગ

, PSL 2022 માટે નવી કોમેન્ટ્રી બોક્સ બનાવામાં આવી રહ્યું હતું આ દરમિયાન 25 જાન્યુઆરીની રાત્રે વેલ્ડીંગ મશીનમાં આગ લાગી હતી.

Top Stories World
pakistan 4 પાકિસ્તાનમાં સુપર લીગ શરૂ થતાં પહેલા કરાચીના સ્ટેડિયમમાં ભીષણ આગ

પાકિસ્તાનમાં સુપર લીગ શરૂ થતાં પહેલા કરાચી નેશનલ સ્ટેડિયમમાં આગ લાગી હતી, આ આગના કારણે સ્ટેડિયમમાં સ્થિત કોમેન્ટ્રી બોક્સ પણ બળીને ખાખ થઇ ગયું હતું,ભીષણ આગ લાગી હતી.આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં સ્ટેડિયમની બહારથી ધુમાડો નીકળતો જોઈ શકાય છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. ભારે જહેમત બાદ આ આગને કાબુમાં લેવામાં આવી છે. જો કે, પીએસએલના આયોજકોને ગુરુવારથી મેચ કરાવવા માટે ઘણી મહેનત કરવી પડશે.

 

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PSL 2022 માટે નવી કોમેન્ટ્રી બોક્સ બનાવામાં આવી રહ્યું હતું આ દરમિયાન 25 જાન્યુઆરીની રાત્રે વેલ્ડીંગ મશીનમાં આગ લાગી હતી. પાકિસ્તાની ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં આગ નિયંત્રણમાં લેવામાં આવી હતી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. PSL 27 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી દરમિયાન રમાશે.

પીએસએલ બાદ ઓસ્ટ્રેલિયાએ માર્ચમાં પાકિસ્તાનનો પ્રવાસ પણ કરવાનો છે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ 23 વર્ષ બાદ પાકિસ્તાનનો પ્રવાસ કરશે. છેલ્લે તેઓ 1998માં પાકિસ્તાન ગયા હતા.

જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ પ્રવાસ માટે સંપૂર્ણપણે સંમત નથી. સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ કર્યા બાદ જ આ પ્રવાસ પર સહમતિ સાધવામાં આવશે. આ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. જો સુરક્ષા વ્યવસ્થાનો અભાવ હોય તો પ્રવાસને યુએઈમાં પણ શિફ્ટ કરી શકાય છે.