સ્ટોકહોમ,
દુનિયામાં પુરસ્કારના ક્ષેત્રમાં સૌથી પ્રતિશિષ્ટ મનાતા નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૮ના ફિઝિયોલોજી અથવા મેડિસિનના ક્ષેત્રનો નોબલ પુરસ્કાર સંયુક્ત રીતે અમેરિકાના જેમ્સ પી એલિસન અને જાપાનના તાસુકું હોન્જોને આપવામાં આવ્યો છે.
https://twitter.com/ANI/status/1046696324312092674
ઇમ્યુનોલોજીસ્ટ જેમ્સ પી એલિસન અને તાસુકું હોન્જો દ્વારા દુનિયામાં સૌથી ગંભીર ગણાતી એવી કેન્સરની બીમારીના ઉપચાર (કેન્સર થેરાપી) માટે વર્ષ ૨૦૧૮નો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
https://twitter.com/NobelPrize/status/1046695542145847296
અમેરિકન અને જાપાનીઝ વૈજ્ઞાનિક દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિનો ઉપયોગ કેન્સર કોષો પર હુમલો કરવા માટે થઈ શકે છે કે નહિ તે અંગે શોધ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાંસ્કૃતિક ગતિવિધિઓ સાથે જોડાયેલા જ્યાં-કલાઉડ અર્નોલ્ટના યૌન ઉત્પીડનના આરોપમાં ફસાવવાના કારણે ઉભા થયેલા વિવાદને કારણે આ વર્ષે સાહિત્યના ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સાથે જ નોબલ પુરસ્કારના ૭૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે, જયારે સાહિત્યના ક્ષેત્રમાં આ સર્વોચ્ચ સન્માન ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૧૮માં સાહિત્યના ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર ન આપવાના કારણે આ વર્ષે નોબલ પુરસ્કારમાં રુચિ રાખનારા લોકોમાં ઘણી ચર્ચાઓ જોવા મળી રહી છે. આ લોકોમાં ઉમેદવારોની સંખ્યાને જોતા મેડિસન, ફિઝીક્સ, કેમેસ્ટ્રી, શાંતિ તેમજ અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં આ પુરસ્કાર કોણે આપવામાં આવશે.