Gujarat/ પંચમહાલ જિલ્લામાં ભાજપ-કોંગ્રેસ-અપક્ષે શરૂ કર્યો ડોર ટૂ ડોર પ્રચારનો પ્રારંભ

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી જંગ જામી રહ્યો છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ પાર્ટી સાથે સાથે અપક્ષો પણ ચુંટણીનો પ્રચાર કરી રહ્યા છે.

Gujarat Others
અલ્પેશ 15 પંચમહાલ જિલ્લામાં ભાજપ-કોંગ્રેસ-અપક્ષે શરૂ કર્યો ડોર ટૂ ડોર પ્રચારનો પ્રારંભ

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગ જામી રહ્યો છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ પાર્ટી સાથે સાથે અપક્ષનાં ઉમેદવાર સહિત કાર્યકર્તાઓઓ પણ ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. સત્તામાં રહેલા સત્તાધારી પક્ષને પરાસ્ત કરવા માટે હવે કોંગ્રેસે પણ કમર કસી રહી છે. ભાજપ, કોંગ્રેસ પક્ષનાં કાર્યકરોએ ડોર ટૂ ડોર પ્રચાર શરૂ કર્યો છે.

અલ્પેશ 16 પંચમહાલ જિલ્લામાં ભાજપ-કોંગ્રેસ-અપક્ષે શરૂ કર્યો ડોર ટૂ ડોર પ્રચારનો પ્રારંભ

Covid-19 / કોરોનાની ગતિ થઇ મંદી, પણ હજુ સાવધાની છે જરૂરી, જાણો આજે કેટલા નોંધાયા કેસ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઇને ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. શહેરા અને ગોધરા નગરપાલિકા અને સાત તાલુકા અને એક જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને પણ પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષોની વચ્ચે ત્રિકોણીય જંગ ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે ભાજપ પાર્ટીએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અમુક બેઠકો બિનહરીફ કરાવીને કબજે કરી લીધી છે. તેને કારણે ભાજપ હવે ગેલમાં જોવા મળી રહી છે. બાકી રહેલી બેઠકો પર હવે મતદાન યોજાવાનુ છે.

અલ્પેશ 17 પંચમહાલ જિલ્લામાં ભાજપ-કોંગ્રેસ-અપક્ષે શરૂ કર્યો ડોર ટૂ ડોર પ્રચારનો પ્રારંભ

Election / અમદાવાદીઓ મતદાન કરવામાં નિરસ, રવિવાર છતાં શહેરીજનો મતદાન કરવા ન નીકળ્યા

કોંગ્રેસ પણ આ બેઠકો પર જીત મેળવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીનાં કાર્યકરોએ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે હવે ડોર-ટૂ-ડોર પ્રચારની શરૂઆત કરી હતી. તેમજ ભાજપ પાર્ટીએ પણ ડોર ટૂ ડોર પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ સહિત અપક્ષે પણ પ્રચાર શરૂ કરી દીધો છે, પરંતુ મતદારોનો પ્રભાવ કઇ બાજુ ઢળે છે તે તો પરિણામનાં દિવસે જ જોવાનું રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ