Rajkot Gaming Zone Tragedy/ ગેમિંગ ઝોન: અમદાવાદમાં 34માંથી 6 પાસે ન હતું ફાયર NOC કે BU પરમિશન, 3 બંધ કરાયા.

અમદાવાદના 34 ગેમિંગ ઝોનમાં છ ગેમ ઝોન પાસે બીયુ પરમિશન ન હતુ. ફાયર વિભાગનું એનઓસી પણ ન હતો. જ્યારે બીજા ત્રણ ગેમિંગ ઝોન પાસે બિલ્ડિંગ યુઝ કે બીયુ પરમિશન કે ફાયર એનઓસી પણ ન હતું.

Gujarat Top Stories Ahmedabad Rajkot Trending Breaking News
Beginners guide to 91 1 ગેમિંગ ઝોન: અમદાવાદમાં 34માંથી 6 પાસે ન હતું ફાયર NOC કે BU પરમિશન, 3 બંધ કરાયા.

અમદાવાદઃ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની (Rajkot TRP Gaming Zone) આગ સમગ્ર રાજ્યમાં પ્રસરી છે. આના પગલે રાજ્યના બધા શહેરોમાં જ્યાં જ્યાં ગેમિંગ ઝોન આવેલા છે ત્યાં જરૂરી મંજૂરીઓ ચકાસવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ આ માટે બધા ગેમિંગ ઝોન (Gaming Zone) ની તપાસ આદરવામાં આવી હતી અને આ તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.

અમદાવાદના 34 ગેમિંગ ઝોનમાં છ ગેમ ઝોન પાસે બીયુ પરમિશન ન હતુ. ફાયર વિભાગનું એનઓસી પણ ન હતો. જ્યારે બીજા ત્રણ ગેમિંગ ઝોન પાસે બિલ્ડિંગ યુઝ કે બીયુ પરમિશન કે ફાયર એનઓસી પણ ન હતું. તેમાથી ત્રણ ગેમિંગ ઝોન બંધ કરાયા છે.

ગોતાના ફન ગ્રેટો પાસે બીયુ પરવાનગી નથી. નિકોલના ફન કેમ્પસ ગેમઝોન પાસે ફાયર એનઓસી નથી. સાઉથ બોપલના જોયબોક્સ પાસે બીયુ પરવાનગી નથી. ઘુમાના ફન ઝોન પાસે પણ બીયુ પરવાનગી કે ફાયર એનઓસી નથી. જોધપુરના ગેમિંગ ઝોન પાસે પણ બીયુ કે ફાયર એનઓસી નથી. ચાંદલોડિયા જોય એન્ડ જોયમાં પણ ફાયર અને બીયુ મંજૂરી છે જ નહીં.

તેથી અમદાવાદીઓ આ ગેમિંગ ઝોનમાં જતાં ચેતજો, તમારે વિચારવું પડશે કે તમારી સ્થિતિ પણ રાજકોટ અગ્નિકાંડના ભોગ બનેલાઓ જેવી ન થાય. જ્યારે મોટાભાગના ગેમિંગ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટનો દરવાજો એક જ છે, બીજો કોઈ દરવાજો જ નથી. તેથી હવે જો કોઈ દુર્ઘટના થાય તો સંચાલકોએ અને તેનો ભોગ બનનારાના કુટુંબીઓએ કોઠીમાં મોંઢું ઘાલીને રોવાનો વારો આવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’

આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ