MANTAVYA Vishesh/ CAAને લઈ વિપક્ષના નેતાઓ આક્રમક, શું CAAને રાજ્યોમાં લાગુ થવાથી રોકી શકાય છે

CAAને લઈ  વિપક્ષી નેતાઓનો હંગામો મમતા બેનર્જી અને પિનરાઈ વિજયન આક્રમક ‘હું લોકોના મૂળભૂત અધિકારો છીનવા દઈશ નહીં’ શું  CAAને રાજ્યોમાં લાગુ થવાથી રોકી શકાય ? CAA કેવી રીતે લાગૂ થશે તેના પર નજર – US ભારતનો જવાબ, અમેરિકાની નિવેદનબાજી ખોટી કેન્દ્ર સરકારે 11 માર્ચે 2024 ના રોજ CAA એટલે કે નાગરિકતા સંશોધન અધિનિયમનું નોટિફિકેશન […]

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh
  • CAAને લઈ  વિપક્ષી નેતાઓનો હંગામો
  • મમતા બેનર્જી અને પિનરાઈ વિજયન આક્રમક
  • ‘હું લોકોના મૂળભૂત અધિકારો છીનવા દઈશ નહીં’
  • શું  CAAને રાજ્યોમાં લાગુ થવાથી રોકી શકાય ?
  • CAA કેવી રીતે લાગૂ થશે તેના પર નજર – US
  • ભારતનો જવાબ, અમેરિકાની નિવેદનબાજી ખોટી

કેન્દ્ર સરકારે 11 માર્ચે 2024 ના રોજ CAA એટલે કે નાગરિકતા સંશોધન અધિનિયમનું નોટિફિકેશન જાહેર કર્યું હતું.અને નોટિફિક્શન જાહેર કર્યાના બીજા દિવસે બંગાળા મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રતિક્રિયા સામને આવી હતી.તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં CAAને મંજૂરી આપવામાં નહીં આવે.આ દ્વારા મુસ્લિમોને હાંકી કાઢવામાં આવ્યા. જાણે આ લોકોનું ભારત માટે કોઈ યોગદાન નથી. હું બંગાળને ડિટેન્શન સેન્ટર નહીં બનવા દઉં.હું લોકોના મૂળભૂત અધિકારો છીનવા દઈશ નહીં.આ માટે ભલે મારે મારા પ્રાણનું બલિદાન આપવું પડે તો પણ હું કરીશ.’

તો આજ રીતે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે, ‘કેરળ સરકારે ઘણી વખત કહ્યું છે કે રાજ્યમાં CAA લાગુ કરવામાં આવશે નહીં કરાણ કે તે મુસ્લિમ લઘુમતીઓને બીજા વર્ગના નાગરિક તરીકે સાબિત કરે છે. આ સાંપ્રદાયિક વિભાજનકારી કાયદા સામે સમગ્ર કેરળ એક થશે.’ ત્યારે તમિલ અભિનેતા અને તમિલાગા વેટ્રી કડગમ (TVK) પાર્ટીના નેતા થાલાપથી વિજયે પણ CAA નો વિરોધ કરતા કહ્યું કે તેનો અમલ સ્વીકાર્ય નથી.ત્યારે આવો જાણીએ કે શું રાજ્ય સરકારો CAAનો અમલ અટકાવી શકે છે? તો નહી, ભારતીય બંધારણની 7મી અનુસૂચિ રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તાઓને ત્રણ યાદીઓ હેઠળ વિભાજિત કરે છે અને નાગરિકતા એ બંધારણ હેઠળનો કેન્દ્રિય વિષય છે. રાજ્યોએ કેન્દ્ર દ્વારા બનાવેલા કાયદાનો અમલ કરવાનો હોય છે. પ્રથમ યાદી એ સંઘ યાદી છે.આ અંતર્ગત સંરક્ષણ, વિદેશી બાબતો, બેંકિંગ, પરમાણુ ઊર્જા, રેલવે, પોસ્ટલ વગેરે જેવા કુલ 100 વિષયો છે.આને લગતી બાબતોમાં નિર્ણય લેવાની સર્વોચ્ચ સત્તા માત્ર કેન્દ્ર સરકાર પાસે છે. બીજી યાદી રાજ્ય યાદી છે તેમાં ટ્રાન્સપોર્ટ, પબ્લિક હેલ્થ, નશાકારક દારૂની ખરીદી જેવા 61 વિષયો છે. રાજ્યને આને લગતી બાબતોમાં નિર્ણય લેવાનો અધિકાર છે.અને ત્રીજી યાદી સમવર્તી યાદી છે.જે હેઠળ ફોજદારી કાર્યવાહી, વેપાર સંઘ, વસતિ નિયંત્રણ, જંગલો જેવા 52 વિષયો રાખવામાં આવ્યા છે. આને લગતી કોઈપણ બાબતમાં, કેન્દ્ર અને રાજ્ય પાસે નિર્ણય લેવાની સંયુક્ત સત્તા છે.

તો CAAના નિયમો લાગુ કરવામાં રાજ્યની મશીનરી પણ સામેલ છે.નવા નિયમો જાહેર થયા બાદ કેન્દ્ર સરકારે ઓનલાઈન પોર્ટલ બહાર પાડ્યું છે.જેમાં ભારતમાં રહેઠાણના પુરાવા તરીકે 20 દસ્તાવેજોમાંથી એક અને પડોશી દેશના 9 દસ્તાવેજોમાંથી એક ઓનલાઈન અરજી સાથે જોડવાનું રહેશે. સુરક્ષા તપાસ બાદ રાજ્ય સ્તરે રચાયેલી સત્તા પ્રાપ્ત સમિતિના અહેવાલ બાદ ચેરમેનની મંજૂરીથી નાગરિકતા આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.અને અરજદાર ડિજિટલ પ્રમાણપત્રની સાથે હાર્ડ કોપી પણ મેળવી શકે છે.

આ ઓનલાઈન પોર્ટલનો અમલ રાજ્ય સરકારના તંત્ર દ્વારા જ કરવામાં આવશે.ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને અપીલ કરી છે કે તેઓ આ કાયદા હેઠળ નાગરિકતા માટે અરજી ન કરે. તેમના મતે જો અરજી રદ થશે તો અરજદારને ગેરકાયદેસર શરણાર્થી ગણવામાં આવશે.વિપક્ષ શાસિત રાજ્યોમાં જે રીતે પોલીસ અને વહીવટીતંત્રની ભૂમિકા ભજવવામાં આવે છે તે પ્રમાણે નાગરિકતા સંબંધિત બાબતોમાં અવરોધના મામલા પણ વધી શકે છે. જે લોકો વહીવટી અવરોધોનો સામનો કરે છે તેઓ ઓનલાઈન પોર્ટલ દ્વારા કેન્દ્ર સરકારના અધિકારી સાથે તેમની ફરિયાદ નોંધાવી શકે છે જેથી તેઓ સમયમર્યાદામાં ભારતીય નાગરિકતા મેળવી શકે.

તો સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટનાં કહેવા પ્રમાણે, ‘કેરળ વિધાનસભાએ CAA વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો અને સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ સંસદ દ્વારા પસાર કરાયેલ કાયદો સંસદ અથવા સુપ્રીમ દ્વારા રદ કરવામાં આવી શકે છે.કેરળ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓના મૌખિક નિવેદનોનું કોઈ કાયદાકીય મહત્વ નથી.વધુમાં તેઓ કહે છે કે ૃ ‘બંધારણના અનુચ્છેદ 256 અને 257 મુજબ રાજ્યો માટે કેન્દ્ર સરકારના કાયદાનું પાલન કરવું જરૂરી છે. મુખ્યમંત્રી બંધારણના શપથ લે છે જે મુજબ સંસદના કાયદાનું પાલન કરવું જરૂરી છે.જો આમ નહીં કરવામાં આવે તો રાજ્યોમાં બંધારણીય વ્યવસ્થા તૂટવાની અને કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસનની શક્યતા છે.’

ત્યારે સવાલ થાય છે કે જો રાજ્ય સરકારો CAAનો અમલ અટકાવી શકતી નથી, તો મમતા અને પિનરાઈ જેવા CM તેને લાગુ ન થવા દેવાની વાત કેમ કરી રહ્યા છે? તો વરિષ્ઠ પત્રકાર  કહે છે, ‘આ સમયે CAA લાગુ કરવાનો સીધો ઉદ્દેશ્ય લોકસભા ચૂંટણીમાં રાજકીય લાભ લેવાનો છે. CAA લાગુ કરીને ભાજપે એક કાંકરે બે પક્ષીઓ માર્યા છે. ભારતના હિન્દુઓને સંદેશ આપવા માટે કે મુસ્લિમ દેશોમાં જે લઘુમતીઓ સાથે દુર્વ્યવહાર થાય છે તેમના માટે અમારા દરવાજા ખુલ્લા છે. બીજું, ભાજપને પશ્ચિમ બંગાળ અને આસામ જેવા રાજ્યોમાં લાંબા સમયથી નાગરિકતાની માગ કરી રહેલા હિન્દુ શરણાર્થીઓનું સમર્થન મળશે.

બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળમાં આવેલા મતુઆ સમુદાયના લોકો મોટી સંખ્યામાં છે અને આસામમાં પણ બાંગ્લાદેશથી આવેલા હિન્દુઓની મોટી વસતિ છે. આ લોકો લાંબા સમયથી નાગરિકતાની માગ કરી રહ્યા હતા. પશ્ચિમ બંગાળમાં લગભગ 10 લોકસભા બેઠકો પર અનુસૂચિત જનજાતિના મતુઆ સમુદાયના લોકોનું વર્ચસ્વ છે. ..તો CAA વિરુદ્ધ મમતા બેનર્જી અને પિનરાઈ વિજયનના નિવેદનોના પોતાના રાજકીય કારણો પણ છે.’મમતા બેનર્જીની સીધી રાજકીય લડાઈ ભાજપ સાથે છે. અગાઉ પણ તે આવી ઘણી મોટી બાબતો પર નિવેદનો આપતી રહી છે જેમાં આખરે કેન્દ્ર સરકાર જીતની સ્થિતિમાં રહે છે. આ બાબતમાં પણ તેમના હાથમાં કંઈ નથી. તેઓએ તેમના રાજ્યમાં પણ CAA લાગુ કરવો પડશે, પરંતુ તેઓએ બતાવવું પડશે કે અમે ભારતમાં રહેતા મુસ્લિમ લઘુમતીઓના પક્ષમાં છીએ, જ્યારે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કાયદાની ભારતીય મુસ્લિમો પર કોઈ અસર નહીં થાય.

તો બીજી તરફ CAAનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ છે. CAAનો વિરોધ કરનારાઓ કોર્ટની અંદર અને બહાર કેટલીક દલીલો કરે છે. ઉદાહરણ તરીકે, CAA બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન કરે છે, જે જણાવે છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અથવા સમાન સુરક્ષાનો ઇનકાર કરી શકાતો નથી અને તેથી નાગરિકતા આપવા માટે ધર્મને યોગ્યતા તરીકે ધ્યાનમાં લેવું, સમાનતાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. તેના પર સરકારની દલીલ હતી કે મુસ્લિમોને લઘુમતી જૂથમાંથી બહાર રાખવામાં આવ્યા છે કારણ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ઇસ્લામિક દેશો છે અને ત્યાં મુસ્લિમોની બહુમતી છે.

કાયદાનો વિરોધ કરનારાઓ એવી પણ દલીલ કરે છે કે મ્યાનમાર જેવા દેશોમાં રોહિંગ્યા, અહમદિયા અને હજારા સમુદાયના મુસ્લિમો લઘુમતી છે અને તેઓ પર ધાર્મિક આધારો પર અત્યાચાર ગુજારવામાં આવે છે.એવી પણ ચિંતા છે કે CAA હેઠળ તે નક્કી કરવામાં આવશે કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ કોણ છે, અને પછી NRC દ્વારા તેના આધારે મુસ્લિમોને નિશાન બનાવવામાં આવશે.

તો બીજી તરફ આ કાયદાને લઈને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે અમે 11 માર્ચે આવેલા CAA નોટિફિકેશનથી ચિંતિત છીએ. અમે આ કાયદાનો અમલ કેવી રીતે થશે તેની નજીકથી દેખરેખ રાખી રહ્યા છીએ. ધાર્મિક સ્વતંત્રતાનો આદર કરવો અને કાયદા હેઠળ તમામ સમુદાયો સાથે સમાન વ્યવહાર કરવો એ લોકશાહી સિદ્ધાંતો છે.તો પાકિસ્તાને  પણ CAA કાયદાને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે.પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે CAA કાયદાનો અમલ હિન્દુ ફાસીવાદી દેશનું ભેદભાવપૂર્ણ પગલું છે. આ કાયદો લોકોમાં વિશ્વાસના આધારે ભેદભાવ ઉભો કરે છે.CAA એ ગેરસમજ પર આધારિત છે કે મુસ્લિમ દેશોમાં લઘુમતીઓ પર અત્યાચાર થાય છે અને ભારત લઘુમતીઓ માટે સુરક્ષિત દેશ છે.

ત્યારે CAA પર અમેરિકાના નિવેદન પર ભારતની પ્રતિક્રિયા સામે આવી છે.ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું- નાગરિકતા સંશોધન અધિનિયમ 2019એ ભારતનો આંતરિક મામલો છે અને આ અંગે અમેરિકાનું નિવેદન ખોટું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજકોટમાં મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું, મંદિરની જગ્યામાં દબાણ કર્યું

આ પણ વાંચોઃસુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો

આ પણ વાંચોઃવડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે