Extramarital Affairs/ ભારતમાં 46% પરિણીત પુરૂષો એક્સ્ટ્રા મેરિટલ અફેર ધરાવે છે, મહિલાઓની સંખ્યા છે…

ભારતીય સમાજમાં વિવાહિત યુગલો બેવફાઈ તરફ વધુ વલણ ધરાવતા થઈ ગયા છે. એવું પણ કહેવામાં આવે છે કે 60 ટકાથી વધુ યુગલો…………….

Lifestyle Relationships
Beginners guide to 2024 03 15T185206.086 ભારતમાં 46% પરિણીત પુરૂષો એક્સ્ટ્રા મેરિટલ અફેર ધરાવે છે, મહિલાઓની સંખ્યા છે...

Relationship: ભારતીય સમાજમાં ‘લગ્ન’ એક એવું પવિત્ર બંધન છે, જેને પતિ-પત્ની નિષ્ઠા અને સમર્પણ સાથે તેમના જીવનમાં નિભાવે છે. સાત ફેરાનું બંધન સાત જન્મો સુધી હોય છે. ભારતીય સમાજમાં લગ્નના બંધનને પવિત્ર માનવામાં આવે છે. પતિ-પત્ની એકબીજા માટે સંબંધોને લઈ પ્રતિબદ્ધ હોય છે. પરંતુ, ભારતીય સમાજમાં વિદેશી સંસ્કૃતિની અસર દેખાવા લાગી છે. ડેટિંગ એપ ગ્લીડને રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં અનેક લોકોએ લગ્નોમાં બેવફાઈ કરી છે તેનો પર્દાફાશ કરીને ચોંકાવી દીધા છે.

ડેટિંગ એપ ગ્લીડનના સર્વે રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ડેટિંગ એપનો દાવો છે કે ભારતીય સમાજમાં વિવાહિત યુગલો બેવફાઈ તરફ વધુ વલણ ધરાવતા થઈ ગયા છે. એવું પણ કહેવામાં આવે છે કે 60 ટકાથી વધુ યુગલો બીજી વ્યક્તિને ડેટ કરવાનું પસંદ કરતા હોય છે. આ માટે યુગલો ડેટિંગ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે.

સર્વે રિપોર્ટમાં વધુ જણાવામાં આવ્યું છે કે વિવાહિત યુગલો અને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા કપલ્સ સ્વિંગિંગ(અનૈતિક સંબંધો) તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. ફ્કત એટલું જ નહીં, સર્વેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કપલ્સ ડેટિંગની અલગ-અલગ રીતો પણ અજમાવી રહ્યા છે.

ભારતીય સમાજમાં, પ્રતિબદ્ધતા, વફાદારી અને પ્રેમના બંધનને હંમેશા ઉચ્ચ સન્માનમાં રાખવામાં આવે છે અને પવિત્ર માનવામાં આવે છે. જોકે, આ અભ્યાસ આધુનિક ભારતીય સંબંધોનું ચિત્ર દર્શાવે છે, જે એકદમ સ્પષ્ટ રીતે વિકસિત થતા જોવા મળી રહ્યા છે.

46 ટકા પુરૂષો બહારના અફેર્સ ધરાવતા હોય છે.

સર્વે મુજબ, 46 ટકા પુરુષો ઘરની બહાર અફેર રાખવામાં સક્ષમ છે. તેઓ જાણે છે કે વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરવો. જેમ કે સોશિયલ મીડિયા દ્વારા, ડેટિંગ એપ્લિકેશન્સનો ઉપયોગ કરવો અને વ્યક્તિગત રીતે શોધ કરવી. રિપોર્ટ અનુસાર મહિલાઓની સંખ્યા ઓછી છે. લગભગ 33 થી 35 ટકા લોકો તેમના પાર્ટનર સિવાય અન્ય કોઈ સાથે અફેર રાખવાનું વિચાર કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભા ચૂંટણી/રાહુલ ગાંધી ફાઇનલી વાયનાડ લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડશે,કોંગ્રેસ ચૂંટણી સમિતિએ લગાવી મોહર

આ પણ વાંચો:2024 election/ભાજપ મોહમ્મદ શમીને લોકસભાની ચૂંટણી લડાવી શકે છે! આ રાજ્યમાંથી ટિકિટ આપશે