Not Set/ અલ્હાબાદ હાઇકોર્ટે PM મોદી અને ચૂંટણી કમિશનરને ચૂંટણી મોકૂફ રાખવા કરી અપીલ

પક્ષોની ચૂંટણી સભાઓ અને રેલીઓ રોકવા માટે કડક પગલાં લેવા જોઈએ,અને વડાપ્રધાને ચૂંટણી મોકૂફ રાખવાનો પણ વિચાર કરવો જોઈએ,

Top Stories India
HIGH COURT અલ્હાબાદ હાઇકોર્ટે PM મોદી અને ચૂંટણી કમિશનરને ચૂંટણી મોકૂફ રાખવા કરી અપીલ

અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે પીએમ મોદી અને ચૂંટણી કમિશનરને યુપીની ચૂંટણી સ્થગિત કરવા અને કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રેલીઓ પર પ્રતિબંધ મૂકવા સૂચન આપ્યા છે.

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, રાજકીય પક્ષોને ટીવી અને અખબારો દ્વારા પ્રચાર કરવાનું કહેવામાં આવે. વડા પ્રધાનને વિનંતી કરતાં હાઈકોર્ટના જસ્ટિસે કહ્યું કે તેમણે પક્ષોની ચૂંટણી સભાઓ અને રેલીઓ રોકવા માટે કડક પગલાં લેવા જોઈએ,અને વડાપ્રધાને ચૂંટણી મોકૂફ રાખવાનો પણ વિચાર કરવો જોઈએ, કારણ કે જીવન હશે તો દુનિયા હશે?

હાઈકોર્ટે કહ્યું કે દૈનિક અખબાર અનુસાર, 24 કલાકમાં છ હજાર નવા કેસ મળી આવ્યા છે અને 318 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે આ સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. આ ભયાનક રોગચાળાને ધ્યાનમાં રાખીને, ચીન, નેધરલેન્ડ, આયર્લેન્ડ, જર્મની, સ્કોટલેન્ડ જેવા દેશોએ સંપૂર્ણ અથવા આંશિક લોકડાઉન લાદી દીધું છે. આવી સ્થિતિ જનરલ રજિસ્ટ્રારે નિયમો બનાવવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે અટેલે દેશમાં આતા વર્ષે 2022માં પાંચ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.