Not Set/ ઊના શહેર અર્બન હેલ્થ અંતર્ગત ચાલતા કેમ્પમાં કોરોના વેક્સીન લીધા વગર ડોઝ અપાયાના નિકળી રહ્યા છે ખોટા સર્ટી

કોરોના મહામારી જેવા ભયંકર રોગને રોકવા સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે ત્યારે ટાર્ગેટ પુરા કરવા ઉના આરોગ્ય તંત્ર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે

Gujarat
13 25 ઊના શહેર અર્બન હેલ્થ અંતર્ગત ચાલતા કેમ્પમાં કોરોના વેક્સીન લીધા વગર ડોઝ અપાયાના નિકળી રહ્યા છે ખોટા સર્ટી

-કોરોના મહામારી જેવા ભયંકર રોગને રોકવા સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે ત્યારે ટાર્ગેટ પુરા કરવા ઉના આરોગ્ય તંત્ર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે.

-પોલીયોની કામગીરી જોડાયેલા મહીલા નર્સીગ કર્મચારીએ વેક્સીન અપાયાનું વેરીફીકેશન કરેલુ બહાર આવ્યુ

વિશ્વ મહામારી એવા કોવીડથી સમગ્ર દેશ બે વર્ષથી ઝઝુમી રહ્યો છે. અને લોકોની સુરક્ષા કવચ પાછળ કરોડો રૂપિયા ભારત સરકાર ખર્ચી રહી છે. પરંતુ આરોગ્ય તંત્ર કોવીડની વાસ્તવિક કામગીરી વહેલીતકે સંકેલી લેવા અને સો ટકા કામગીરી રેકર્ડ પર બતાવવા કોવીડસીલ કોઝ લીધા ન હોય તેવા લાભાર્થીને પણ સર્ટીના મેસેજ કરી કંપલીટ ડોઝ લીધાના સર્ટી અપાતા હોવાના ભોપાળા સામે આવી રહ્યાં છે.

ઉના શહેરમાં વેક્સીનના ડોઝ લેવા માટે શ્રીજી સ્કુલ ખાતે લાંબા સમયથી વેક્સીન આપવાની કામગીરી ઉના અર્બન હેલ્થ વિભાગ દ્રારા હાથ ધરાયેલ હોય લોકોએ પ્રથમ બીજા ડોઝ અને બુસ્ટર ડોઝ અપાતા હોવાના પ્રચાર પછી અસંખ્યાબંધ્ધ લોકોને કોવીડ વેક્સીન ડોઝ લીધા ન હોવા છતાં મોબાઇલ પર તમામ ડોઝ લીધા હોવાના મેસેજ આવવા લાગતા લોકો પોતાના સર્ટી ડાઉન્ડલોડ કરી લેતા હોય છે.

શ્રીજી સ્કુલ ખાતે અગાઉ બે ડોઝ લીધેલા લાભાર્થી બુસ્ટર ડોઝ લીધો ન હોવા છતાં તેને આ વેક્સીન ડોઝ લીધો અપાય ગયો હોવાનો મેસેજ આવતા શ્રીજી સ્કુલ કેમ્પ ખાતે દોડી જતાં આ મેસેજ મોબાઇલ નંબરમાં ભૂલના કારણે આવેલ હોવાનો ત્યા ફરજ બજાવતા મહીલા કર્મચારીએ બચાવ કરેલ.

જ્યારે વેક્સીન વેરીફીકેશન કરનાર મહીલા કર્મચારી ત્યાં હાજર રહેતા ન હોવા છતાં તેનું નામ સર્ટીમાં આવતા આ મહીલા લાભાર્થીના પરીવારે તપાસ કરતા વેરીફાઇ કરનાર નર્સીગ મહીલા કર્મચારી પોલીયોની કામગીરીમાં જોડાયેલ હોવાનું બહાર આવતા આવા કેટલા સર્ટી નિકળ્યા છે. તેની વિગતો આપવા અર્બન અધિકારી ઇનકાર કરી પોતે તેના ઉપલા અધિકારીને દોષનો ટોપલો ઓઢાળવા ગલાતલા કરવા લાગ્યા હતા.

કોવીડ જેવી મહામારીથી બચવા લોકોમાં જનજાગૃતિ ઉભી કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર છેલ્લા બે વર્ષથી સતત પ્રયાસો કરી લોકો વેક્સીન ડોઝ લઇ સુરક્ષિત રહી શકે તેવી કામગીરી કરી રહી છે. તો બીજી તરફ આટલા લોકડાઉન પ્રતિબંધો મુકી લોકોને આ મહામારીથી બચવા કોવીડસીલ વેક્સીન લેવા ફરજ પાડવામાં આવી રહી છે.

એવા સમયે કોવીડ વેક્સીન ન લીધી હોય તેમ છતાં હજારો સર્ટી ખોટા બનાવી નાખી મોબાઇલ નંબર પર કંપલીટ ડોઝ અપાયેલ હોવાના મેસેજ આવી જતાં હોવાથી લોકો પણ આશ્વર્ય સ્થિતીમાં મુકાય રહ્યાં છે. ઘણા લોકોએ તો પ્રથમ કે બીજો ડોઝ પણ આજ દિવસ સુધી લીધો ન હોવા છતાં આવા લોકોને પણ કંપલીટ વેક્સીનના ડોઝ અપાય ગયાના સર્ટી ખોટા નિકળી જતાં ઉના અર્બન હેલ્થ વિભાગની આરોગ્યની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. અને લોકોના આરોગ્ય સાથે ખીલવાડ થતો હોવાની ફરીયાદો ઉઠી રહી છે.

 મારા સાહેબના આદેશ મુજબ પાલન કરૂ છું

શ્રીજી સ્કુલમાં ચાલતા વેક્સીન કેમ્પના મહીલા કર્મચારીનો લાભાર્થીએ સંપર્ક કરતા અને પોતે વેક્સીન લીધુ નહી હોવા છતાં તમે આપ્યુ છે તેવો મેસેજ આવેલ છે. તેવું જણાવેલ અને આ ડોઝ ક્યારે લીધો તે અંગે વિગત માંગતા તેમણે સ્પષ્ટ માહીતી આપવાનો ઇનકાર કરી જણાવેલ કે અમને તો અમારા સાહેબનો આદેશ છે તે મુજબ કામગીરી કરી છે…

વેરીફીકેશન કરનાર મહીલા કર્મચારી હાજર રહેતા નથી

કોરોના જેવી મહામારી હજુ ખત્મ થઇ નથી. અને સરકાર કરોડો રૂપિયાના વેક્સીન પાછળ ખર્ચ કરે છે. ત્યારે ઉના અર્બન વિભાગમાં વેક્સીન કોને આપ્યુ છે. તે મહીલા નર્સીગ કર્મચારી વેરીફીકેશન કરે છે. તેનું પણ નામ આ સર્ટીમાં હોવાથી તેની તપાસ કરતા વેરીફીકેશન કરનાર મહીલા કર્મચારી તો પોલીયોની ચાલતી કામગીરીમાં જોડાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. આ કર્મચારી તો ક્યારે પણ શ્રીજી સ્કુલ ખાતે ચાલતા કેન્દ્રમાં હાજર રહ્યાં નથી. તેવું જાણવા મળેલ હતું.

ખોટી કામગીરીની સમીક્ષા કરવાના બદલે અધિકારી હાથ જોડવા લાગ્યા

આરોગ્ય ક્ષેત્રે લોકોની સુખાકારીની ગંભીરતા પૂર્વક કાળજી લેવાની જવાબદારી નિભાવતા ઉના શહેરી અર્બન વિભાગના ડો.પંપાણીયાને આ ખોટા સર્ટી વેક્સીન ડોઝ લીધા વગર નિકળતા હોવાની ગંભીરતા પુર્વક લાભાર્થીના પરીવારે ફરીયાદ કરતા તેણે આ બાબતે લોકોના આરોગ્ય સાથે ચેડા થતાં હોવાની તપાસ કરવાના બદલે નર્સીગ સ્ટાફનો બચાવ કરવા પ્રયત્ન કર્યા હતા. અને હાથ જોડી જતુ કરવા આજીજી કરવા લાગ્યા હતા