Not Set/ આમદાવાદ શાર્પશૂટર કેસ/ATS એ વધુ 5 આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદમાં ભાજપનાં નેતા ગોરધન ઝડફિયાની હત્યાનાં ઇરાદે આવેલા શાર્પશૂટર દ્વારા ATS તેને પકડવા જતા ATS પર ફાયરિંગ કર્યુ હતું, જો કે ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ સંયુક્ત ઓપરેશનમાં શાર્પશૂટર ઈરફાનને ઝડપી લેવામાં આવ્યો હતો. સદભાગ્યે પોલીસ પર કરવામાં આવેલા ફાયરિંગમાં કોઇ પોલીસ કર્મીઓને ઇજા પહોંચી ન હતી.  શાર્પશૂટર કેસની તપાસના આધારે ગુજરાત ATS દ્વારા આ […]

Ahmedabad Gujarat
cb86cdc6e26c4edc121b63a71c4c1e59 આમદાવાદ શાર્પશૂટર કેસ/ATS એ વધુ 5 આરોપીઓની કરી ધરપકડ
cb86cdc6e26c4edc121b63a71c4c1e59 આમદાવાદ શાર્પશૂટર કેસ/ATS એ વધુ 5 આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદમાં ભાજપનાં નેતા ગોરધન ઝડફિયાની હત્યાનાં ઇરાદે આવેલા શાર્પશૂટર દ્વારા ATS તેને પકડવા જતા ATS પર ફાયરિંગ કર્યુ હતું, જો કે ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ સંયુક્ત ઓપરેશનમાં શાર્પશૂટર ઈરફાનને ઝડપી લેવામાં આવ્યો હતો. સદભાગ્યે પોલીસ પર કરવામાં આવેલા ફાયરિંગમાં કોઇ પોલીસ કર્મીઓને ઇજા પહોંચી ન હતી. 

શાર્પશૂટર કેસની તપાસના આધારે ગુજરાત ATS દ્વારા આ મામલે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસને આ મામલે કાવતરાનાં મુખ્ય ભેજાબાજ હાજી શબ્બીરની તલાસ છે.   

આજે ઝડપી લેવામાં આવેલા 5 આરોપીમાંથી એક મુન્ના ઝીંગાડા છે. છોટા રાજન પર મુન્ના ઝીંગાડાએ બેંગકોકમાં ફાયરિંગ કર્યુ હતું. મુન્નો પાકિસ્તાનના સમ્પર્કમાં હતો. મુન્નો જ ઇરફાનને ગાઈડ કરતો હતો. મુન્ના ઝીંગાડા જ હાજી શબ્બીર હોઈ શકે છે તેવી શંકા પોલીસને છે.

હાલ ગુજરાત ATS દ્વારા મુંબઈ, અકોલા અને મેંગ્લોરથી કુલ 5 આરોપીઓ ઝડપી લેવામાં આવ્યા છે. ઈરફાન સહિત આ કેસમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને જ્યારે મુન્ના ઝીંગાડા જ હાજી શબ્બીર હોઈ શકે છે તેવી શંકા છે ત્યારે હાજી શબ્બીરને શોધવા માટે એટીએસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews