Mehsana/ મહેસાણાના બિલ્ડરના પાપે 144 પરિવારોના લોકો થશે ઘર વિહોણા…

મહેસાણાના સોમનાથ રોડ ઉપર આવેલ હિમાદ્રી ફ્લેટના બિલ્ડરે પ્રોજેકટ લોન મેળવ્યા બાદ નિયત સમયમાં લોન ભરપાઈ કરી ન હતી.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 03 30T141455.994 મહેસાણાના બિલ્ડરના પાપે 144 પરિવારોના લોકો થશે ઘર વિહોણા...

@અલ્પેશ પટેલ 

Mehsana News: આજે દરેક લોકો સપનાનું જુવે છે કે તેઓનું પોતાનું ઘર હોય જે માટે દિવસ રાત મહેનત કરીને મકાન ખરીદે છે પરંતુ મકાન ખરીદતી વખતે ચોક્સાઇ રાખવી ખૂબ આવશ્યક છે.

મકાન ખરીદતી વખતે ચોક્સાઇ રાખવી ખૂબ આવશ્યક છે.મકાન ખરીદતી વખતે જો પૂરતું ધ્યાન રાખવામાં ન આવે તો ક્યારેક પૈસા ખર્ચ કર્યા પછી પણ મકાન છોડવાની નોબત આવી શકે છે.મહેસાણામાં 144 ફ્લેટ ધારકો સાથે કૈક આવું જ થયું છે.મહેસાણાના સોમનાથ રોડ ઉપર આવેલ હિમાદ્રી ફ્લેટના બિલ્ડરે પ્રોજેકટ લોન મેળવ્યા બાદ નિયત સમયમાં લોન ભરપાઈ કરી ન હતી.જેને લઈને પૂરેપૂરી રકમ ભરપાઈ કરી મકાન ખરીદનાર લોકોને એક માસમાં મકાન ખાલી કરવાની ફાઇનાન્સ કંપની દ્વારા નોટિસ આપવામાં આવી છે.આ કારણે દસ્તાવેજ હોવા છતાં 144 ફ્લેટના માલિકોએ એક મહિનામાં મકાન ખાલી કરવા પડે તેવી નોબત આવી છે.આ કારણે બિલ્ડરના વાંકે ફ્લેટ માલિકો મુશ્કેલીમાં મૂકાતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

ગુજરાતીમાં એક કહેવત પ્રચલિત છે કતે કોઈ અને ભરે કોઈ..મહેસાણામાં 144 પરિવારો સાથે આવું જ કંઈક થયું છે..મહેસાણાના સોમનાથ રોડ ઉપર આવેલા હિમાદ્રી ફ્લેટના આ રહીશો છેલ્લા 24 કલાકથી એક જ મુંઝવણમાં છે કે હવે અમારું શુ થશે?એક મહિના પછી ક્યાં જઈશું?આ ફ્લેટમાં વસતા 144 પરિવારો ખુબજ ગરીબ પરિવારના છે.કોઈ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે.તો કોઈ છૂટક મજૂરી કરીને પેટિયું રળે છે.આ પરિવારોએ એક એક પાઈ જોડીને વર્ષ 2017માં રૂપિયા 6.51 લેખમાં ફ્લેટ ખરીદ્યા હતા.આ ફ્લેટની તમામ પરિવાર દ્વારા રકમ ચૂકવી દેવાયા બાદ બિલ્ડર દ્વારા તમામને દસ્તાવેજ પણ કરી આપવામાં આવ્યા છે.પરંતુ ગઈકાલે મળેલી એક નોટીસને કારણે પાઇ પાઇ જોડીને ખરીદેલા આ મકાન છીનવાઈ જાય તેવી નોબત આવી છે.

આ પરિવારની આ સ્થિતિ માટે આ ફ્લેટ બનાવનાર બિલ્ડર જવાબદાર છે.ફ્લેટ બનાવનાર બિલ્ડરે વર્ષ 2017માં આ પ્રોજેકટ માટે માસ હાઉસિંગ ફાયનાન્સ નામની કંપની પાસેથી કરોડોની પ્રોજેકટ લીધી હતી.આ લોનની સામે 144 ફ્લેટનો આ પ્રોજેકટ તારણમાં મુકવામાં આવ્યો હતો.લોન લીધા બાદ બિલ્ડરે મકાન ખરીદનાર લોકો પાસેથી તો પૈસા લઈ લીધા..પરંતુ બિલ્ડરે ફાયનાન્સ કંપનીને લોન ભરપાઈ કરી નહીં.આ કારણે હવે તમામ રકમ ચૂકવ્યા બાદ પણ મકાનનો કબજો ફાયનાન્સ કંપનીને સોંપી દેવો પડે તેવી સ્થિતિ ઉભી થતા ફ્લેટના રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

માસ ફાયનાન્સ કંપની દ્વારા આ પ્રોજેકટ ઉપર 17 કરોડ રૂપિયાની લોન અપાઈ હતી.અને હાલમાં વ્યાજ સાથે કુલ 21 કરોડ રૂપિયા રકમ ભરપાઈ કરવાની થાય છે. આ સ્કીમ શરૂ કરનાર બિલ્ડર એ આ રકમ ભરપાઈ કરવાથી હાથ અધ્ધર કરી દીધા છે.આ સ્થિતિમાં ફાઇનાન્સ કંપની દ્વારા પોતાની લહેણી રકમ વસૂલવા જિલ્લા કલેકટરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.આ ફરિયાદ અંતર્ગત ફાઇનાન્સ કંપનીની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો.અને કોર્ટ દ્વારા એક મહિનાનો ફ્લેટ માલિકોને સમય આપવામાં આવ્યો હતો.જે અંતર્ગત ફાઇનાન્સ કંપની દ્વારા ફ્લેટ ની બહાર એક મહિનામાં મકાન ખાલી કરવાની તાકીદ કરતી નોટિસ લગાવી છે.જો કે આ બાબતે બિલ્ડરનો સંપર્ક થઈ શક્યો નથી. તો બીજી તરફ આ નોટીસને કારણે પુરેપુરા પૈસા આપી મકાન ખરીદનાર લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે.

આ ભાંજગડમાં ફાઇનાન્સ કંપનીએ મકાનનો કબજો લેવા લીગલ કાર્યવાહી કરી. પણ જે લોકોએ બિલ્ડરને નાણાં ચૂકવી મકાન ખરીદ્યા તેમનું શુ?મકાન ખરીદનાર લોકો પાસે દસ્તાવેજ પણ છે.નગરપાલિકાની વેરા પાવતી સહિતના પુરાવા મોજુદ છે.ત્યારે હવે બિલ્ડરને પૂરેપૂરી રકમ ચૂકવ્યા બાદ પણ મકાન ગુમાવવા પડે તેવી નોબત આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત

આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો

આ પણ વાંચો:કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો

આ પણ વાંચો:ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ

આ પણ વાંચો:ગુજરાતમાં સોનાએ 70,000ની ઐતિહાસિક સપાટી વટાવી