ગુજરાત માં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે ત્યારે આ વધતા જતા કેસ ને લઈને ગુજરાતમાં બોર્ડના ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓનું શું તે સવાલ વાલીઓને થયો છે. આવામા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યું કે, ધોરણ 12 ની પરીક્ષા લેવાશે જ. આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષાની તારીખો જાહેર કરાશે. વિદ્યાર્થીઓનું સ્વાસ્થય અમારા માટે પહેલી પ્રાયોરિટી છે.
આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા વડોદરાની મુલાકાતે હતા. જ્યાં તેમણે જણાવ્યુ હતુ કે, ધો-12ની પરીક્ષા લેવાશે જ. આરોગ્ય વિભાગ સાથે બેસીને કોરોનાની સ્થિતિની સમીક્ષા અને બાળકોની સલામતીની ચિંતા કરીને અમે તારીખ જાહેર કરીશું.