Surat/ સુરતમાં લાલબાઈ માતાજીનાં મંદિરની મુર્તી ઉખેડાતા વિવાદ

એરપોર્ટ ઓથોરીટીના અધિકારી સામે ફરીયાદ નોધવાની ગ્રામજનોની માંગ
ગ્રામજનો ફરીયાદ કરવા પોલીસ મથકે પહોચ્યા

Gujarat Surat
vlcsnap 2021 03 09 15h14m18s328 સુરતમાં લાલબાઈ માતાજીનાં મંદિરની મુર્તી ઉખેડાતા વિવાદ

ડાયમંડ સીટી સુરતનો ધીમે ધીમે વિક્સી રહ્યું છે. ત્યારે સુરત શહેરમાં આવેલ લાલબાઈ માતાજીનાં મંદિરની મૂર્તિ એરપોર્ટ ઓથોરીટી દ્વારા રાતો રાત ઉખેડી દીધી હોવાની જાણ મંદિરે દર્શન કરવા આવતા ભક્તો તેમજ રહીશોને થતાં ભક્તોની આસ્થાને ઠેસ પહોચવા પામી હતી. ત્યારે આ વિસ્તારના ગ્રામજનો દ્વારા એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓએ સામે ફરીયાદની માંગ સાથે સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

સુરત શહેરનો દિન પ્રતિદીન વિકાસના અનેક શિખરો સર કરી રહ્યું છે. સુરત એરપોર્ટ નજીક આવેલ લાલબાઈ મંદિરની મુર્તી એરપોર્ટ ઓથોરીટી દ્વારા ઉખાડી દેવામાં આવી હતી જે અંગેની જાણ સવારે ગ્રામજનોને થતાં ગ્રામજનો દ્વારા એરપોર્ટ ઓથોરીટી સામે આક્ષેપ કર્યા હતા તેમજ એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓએ સામે ફરીયાદ નોધવાની માંગ સાથે સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.