Oilmill/ લોન ન ભરપાઈ કરનારા ચેતજો, ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખની ઓઇલ મીલ સીલ

રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સ અને સોમાના ભૂતપૂર્વ પ્રમુખ સમીર શાહની ઓઇલ મીલને લોન ન ચૂકવી શકવા બદલ સીલ કરવામાં આવી છે. તેના લીધે રાજકોટના ઉદ્યોગપતિ વર્તુળોમાં સોંપો પડી ગયો છે.

Top Stories Gujarat
Mantavyanews 4 21 લોન ન ભરપાઈ કરનારા ચેતજો, ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખની ઓઇલ મીલ સીલ

રાજકોટઃ લોન લઈને ન ભરનારા ઉદ્યોગપતિ, વેપારીઓ અને સામાન્ય માણસો ચેતી જવાનો સમય છે. બેન્કો હવે લોન વસૂલવા મિલકત જપ્ત કરી શકે છે. રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સ અને સોમાના ભૂતપૂર્વ પ્રમુખ સમીર શાહની Oilmill Seal ઓઇલ મીલને લોન ન ચૂકવી શકવા બદલ સીલ કરવામાં આવી છે. તેના લીધે રાજકોટના ઉદ્યોગપતિ વર્તુળોમાં સોંપો પડી ગયો છે.

સમીર શાહે 75 કરોડની લોન સામે મિલકત મોર્ગેજ કરી હતી. સમીર શાહનો આરોપ છે કે બેન્કે નોટિસ આપ્યા વગર મિલકત સીલ કરી છે. ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ સમીર શાહની ઓઇલ મીલને સીલ કરવાની કામગીરી બેન્કે શરૂ કરી દીધી છે.

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ પોલીસ Oilmill Seal બંદોબસ્ત સાથે ઓઇલ મીલને સીલ કરવા પહોંચ્યા છે. તેમણે 75 કરોડની લોન સામે મિલકત મોર્ગેજ કરી હતી, જે ભરપાઈ કરવામાં ન આવતા યુનિયન બેન્ક દ્વારા તેને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જ્યારે બેન્કના અધિકારીઓનો દાવો છે કે 140 કરોડની લોન બાકી છે. તેમા બેન્ક ઓફ બરોડા, યુનિયન બેન્ક અને ઇન્ડિયન બેન્કની લોનનો સમાવેશ થાય છે. તેની સામે સમીર શાહનો આરોપ છે કે કોઈપણ બેન્ક Oilmill Seal નોટિસ આપ્યા વગર લોન કઈ રીતે સીલ કરી શકે.

આ અંગે રાજકોટ પૂર્વના મામલતદાર આરબી ગઢવીએ જણાવ્યું હતું કે સમીર શાહની ઓઇલ મીલને સીલ કરવાની કાર્યવાહી 2018ના કેસ હેઠળ થઈ રહી છે. 31 જુલાઈ 2023ના રોજ રાજમોતી Oilmill Seal ઇન્ડસ્ટ્રીઝને 21 ઓગસ્ટના રોજ સવારના દસ કલાકે અથવા ત્યારબાદ ગમે તે દિવસે બેન્કના અધિકૃત અધિકારીઓને સાથે રાખીને મિલકતનો કબ્જો અપાવવા માટે નોટિસ આપવામાં આવી હતી. બેન્કને પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવતા જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ US Saudi/ પેલેસ્ટાઈનનો રાગ આલાપવાનું બંધ કરી સાઉદી ‘નાટો’ જેવી ડીલ કરશે!

આ પણ વાંચોઃ Isis Terror Module/ દિલ્હીમાં પોલીસ-NIAનું જોઈન્ટ ઓપરેશન ચાલુ, 4 આતંકવાદીઓની શોધ ચાલુ, 3 લાખનું ઈનામ

આ પણ વાંચોઃ KHALISTANI/ સ્કોટલેન્ડમાં ખાલિસ્તાનીઓ ભારતીય રાજદૂતને ગુરુદ્વારા જતા અટકાવ્યા

આ પણ વાંચોઃ Strategy/ પૂર્વ એશિયા અને ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં હવે નહીં ચાલે,ચીનની દાદાગીરી,એસ જયશંકરે યુએસ સંરક્ષણ પ્રધાન સાથે રણનીતિ બનાવી