ક્રાઈમ/ સુરતમાંથી 92 લાખનું 1.30 લાખ લિટરથી વધુ બાયોડીઝલ ઝડપાયું, 6 લોકોને કરાયા વોન્ટેડ જાહેર

સુરતના મોટા વરાછાના ગોપીન ગામ રોડ પરથી 1,300 લીટર બાયોડીઝલનો જથ્થો મળ્યો હતો. જેની કિંમત 91 હજાર રૂપિયા થાય છે અને પાયલ ઇન્ડસ્ટ્રીયલ માંથી 1,28,950 l બાયોડીઝલનો જથ્થો મળ્યો હતો જેની કિંમત 90,26,500 રૂપિયા થાય છે.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

Surat News: સુરત શહેર પોલીસ ફરીથી ઊંઘથી ઝડપાય છે કારણકે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ફરીથી બાયોડીઝલના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરતના મોટા વરાછાના ગોપીન ગામ રોડ અને સચિન જીઆઇડીસીની પાયલ ઇન્ડસ્ટ્રીના પ્લોટ નંબર 835/1માં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બંને જગ્યા પરથી બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં સુરતના મોટા વરાછાના ગોપીન ગામ રોડ પરથી 1,300 લીટર બાયોડીઝલનો જથ્થો મળ્યો હતો. જેની કિંમત 91 હજાર રૂપિયા થાય છે અને પાયલ ઇન્ડસ્ટ્રીયલ માંથી 1,28,950 l બાયોડીઝલનો જથ્થો મળ્યો હતો જેની કિંમત 90,26,500 રૂપિયા થાય છે.

તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ મામલે બાયોડીઝલ તેમજ 4 મોબાઇલ, 1 ટ્રાવેલ્સ, 1 ટેમ્પો, 1 ટુવિલર, 37,960 રૂપિયા રોકડા સહિત કુલ 1,20,21,360 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો આ સમગ્ર મામલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હિતેશ કોલડીયા, રવિ મિશ્રા, નાજી મિત્રા અને મહેશ ગોયાણીની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ લલિત ડોંડા, અલ્પેશ ડોંડા, સંજય તાવીયા, દિપક તળાવીયા, રૂખડ રબારી અને જીતુ ખિસિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

મહત્વની વાત કહી શકાય કે જે લલિત ડોંડા અને વોન્ટેડ જાહેર કરાયો છે તે મુખ્ય ડીલર બાયોડીઝલનો માનવામાં આવે છે. લલિત ડોંડા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ છે કે, લલિત ડોંડા અવાર નવાર વિવાદમાં પણ આવ્યો છે. તો બીજી તરફ લલિત ડોંડા પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને બાયોડીઝલનું વેચાણ કરતો હોય તેવી પણ એક જ ચર્ચા ચાલી રહી છે. કારણ કે લલિત ડોંડાએ તેની સોશિયલ મીડિયા ફેસબુક પેજ પર ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓના ફોટા પણ અપલોડ કર્યા છે.

મહત્વની વાત કહી શકાય કે સુરતમાં ગેરકાયદેસર રેતી ખનનને લઈ ચર્ચામાં આવેલા કામરેજના જે તે વખતના ધારાસભ્ય સામે પડનાર લલિત ડોંડા હાલ બાયોડીઝલના કેસમાં વોન્ટેડ છે. દારૂના અડ્ડાના વીડીયા વાયરલ કરીને બુટલેગર અને બ્લેકમેલ કરનારા લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા આ બંને ડોંડાબંધુ હાલ બાયોડીઝલના કેસમાં વોન્ટેડ છે. કોરોના મહામારી સમયે આજ ડોંડા બંધુઓએ મફતમાં માસ્ક તેમજ અન્ય કીટનું વિતરણ કરીને પોલીસ સાથે ખૂબ સારા સંબંધો કેળવ્યા હતા. ત્યારબાદ ઘણી વખત પોલીસના બાદમીદારોની ભૂમિકા પણ આ ડોંડા બંધોએ ભજવી હતી.

જોકે ત્યારબાદ આ જ વગનો ઉપયોગ કરીને બુટલેગરો તેમજ સ્પા સંચાલકો પાસેથી ઉઘરાણીને લઈને પણ આ ડોંડા બંધુ વિવાદમાં આવ્યા હતા. તો એક શાળાના સંચાલકને બદનામ કરી ખંડણી માંગવાનો પ્રયાસ પણ આ ડોંડા બંધુ દ્વારા કરવામાં આવ્યો હતો. એટલે કહી શકાય કે રાજકીય નેતાઓ સાથેના ફોટાઓ તેમજ તેમની સાથે સંબંધો કેળવી અને પોલીસ સાથેની ઓળખનો લાભ ઉઠાવી કાળા કારનામાઓ કરનાર ડોંડા બંધુ હાલ બાયોડીઝલમાં ભેરવાયા અને પોલીસે લલિત ડોંડા અને અલ્પેશ ડોંડાને વોન્ટેડ જાહેર કર્યા.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર