Not Set/ મંત્રી પર તેની પત્નિનાં ગંભીર આરોપ, કહ્યુ-મને જાનથી મારી નાખવાની આપી ધમકી, મારા પર કર્યો પેશાબ

ઉત્તર પ્રદેશનાં મંત્રી બાબુરામ નિષાદની પત્નીએ તેમના પર ઘરેલું હિંસા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. નીતૂ નિષાદે ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, મારા પતિએ મને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેણે મને બંદૂકથી મારવાની ધમકી પણ આપી હતી. મારા પતિ મંત્રી છે અને તેમ છતાં તે આ […]

Top Stories India
baburam nishad 1 મંત્રી પર તેની પત્નિનાં ગંભીર આરોપ, કહ્યુ-મને જાનથી મારી નાખવાની આપી ધમકી, મારા પર કર્યો પેશાબ

ઉત્તર પ્રદેશનાં મંત્રી બાબુરામ નિષાદની પત્નીએ તેમના પર ઘરેલું હિંસા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. નીતૂ નિષાદે ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, મારા પતિએ મને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેણે મને બંદૂકથી મારવાની ધમકી પણ આપી હતી. મારા પતિ મંત્રી છે અને તેમ છતાં તે આ રીતે વર્તન કરે છે.

નીતૂ નિષાદે કહ્યું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશનાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે કારણ કે તેણે અનેક વખત પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. બાબુરામ અને નીતૂનાં લગ્ન 14 વર્ષ પહેલા થયાં હતાં. તેમણે કહ્યું, પોલીસ અધિકારીઓ મારા પતિ સાથે મળેલા છે. મને તેમના દ્વારા વારંવાર કહેવામાં આવ્યું હતું કે આ મામલો મારા પતિ સાથે વ્યક્તિગત રીતે ઉકેલી લેવામાં આવશે. તેમ છતા તે મને મારતો હતો.

તેમણે કહ્યું હતું કે, લગ્ન પછીથી જ તેમનો પતિ તેમને પરેશાન કરે છે. પોતાના પત્રમાં નીતૂ નિષાદે લખ્યું છે કે તે મને ગનપોઇન્ટ પર ધમકાવતો હતો, મારા પર પેશાબ કરતો હતો અને મને ખરાબ રીતે મારતો હતો. તેણે મારા માતા-પિતા અને ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આપને જણાવી દઈએ કે, યુપી પછાત વર્ગોનાં નાણાં અને વિકાસ નિગમનાં અધ્યક્ષ અને રાજ્ય મંત્રી રહેલા બાબુરામ નિષાદે તમામ આરોપોને નકારી દીધા છે. મંત્રીએ હમીરપુર જિલ્લાની અદાલતમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છે અને તેની પત્ની પર અતિશય ખર્ચા કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તેમની પત્ની હંમેશા તેમની સાથે ઝઘડો કરતી હતી. તે હંમેશા પૈસા માંગે છે. તેણી ખૂબ ખર્ચા કરે છે અને તેથી જ હું છૂટાછેડા માંગી રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.