Not Set/ ઝીકા વાયરસે માથું ઉચક્યું, કેરળમાં 15 કેસ નોંધાયા બાદ એલર્ટ જાહેર

કેરળમાં ઝીકા વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઝીકા વાયરસનાં કુલ 15 કેસ નોંધાયા છે. રાજ્યનાં આરોગ્ય મંત્રાલયે પણ આ આંકડાની પુષ્ટિ કરી છે.

Top Stories India
ssssss ઝીકા વાયરસે માથું ઉચક્યું, કેરળમાં 15 કેસ નોંધાયા બાદ એલર્ટ જાહેર

કેરળમાં ઝીકા વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઝીકા વાયરસનાં કુલ 15 કેસ નોંધાયા છે. રાજ્યનાં આરોગ્ય મંત્રાલયે પણ આ આંકડાની પુષ્ટિ કરી છે. નંથનકોડનાં 40 વર્ષીય વ્યક્તિનાં સેમ્પલ તપાસ માટે  નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ અલપ્પુઝામાં મોકલવામાં આવ્યા હતા, જે પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત તમિળનાડુ અને કર્ણાટકમાં પણ સંક્રમણને લઈને તકેદારી વધારી દેવામાં આવી છે, બંને રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જણાવી દઇએ કે, ઝીકા વાયરસ મુખ્યત્વે મચ્છરનાં કરડવાથી એક વ્યક્તિથી બીજામાં વ્યક્તિમાં ફેલાય છે.

ssssss 1 ઝીકા વાયરસે માથું ઉચક્યું, કેરળમાં 15 કેસ નોંધાયા બાદ એલર્ટ જાહેર

ચીનની નવી ચાલ /  ડ્રેગન જીનેટિક એન્જિનિયરિંગથી સૈનિકોને વધુ મજબૂત બનાવી રહ્યું છે, અમેરિકા પણ ચિંતિત

તમિલનાડુમાં કોયમ્બતુરનાં વહીવટી તંત્રએ તમિલનાડુ-કેરળ સરહદ પર વાહનોની ચેકીંગ તીવ્ર કરી દીધી છે, જ્યાં ઇ-પાસ વિના લોકોને પ્રવેશવાની મંજૂરી નથી. કર્ણાટકનાં આરોગ્ય વિભાગે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, તે વાયરસને રોકવા માટે દક્ષિણ કન્નડ, ઉડુપીમાં સતર્કતાને વધુ વધારવામાં આવે. કેરળમાં ઝીકા વાયરસનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, વર્તમાન સીઝનમાં મચ્છરોની સંખ્યામાં વધારો થઇ જાય છે, જેના કારણે ઝીકા વાયરસનો રોગ વધે છે.

ssssss 2 ઝીકા વાયરસે માથું ઉચક્યું, કેરળમાં 15 કેસ નોંધાયા બાદ એલર્ટ જાહેર

સમતોલ મંત્રીમંડળ / મોદી મંડળનું માઇક્રો એનાલિસિસઃ SC-OBC પર વધુ ભાર, જાણો કોનો કેવો છે અનુભવ 

કેરળમાં, કોરોનાની વેક્સિન ઝડપી ગતિએ લોકોને આપવામાં આવી રહી છે. રાજ્યનાં મુખ્યમંત્રી પિનરાય વિજને કહ્યું કે, અમારી નીતિ લોકોને બીમારીથી બચાવી લેવાની છે. અમે શક્ય તેટલા લોકોને કોરોના વેક્સિન આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી લોકોનાં જીવ બચાવી શકાય. રાજ્યના્ અત્યાર સુધીમાં 43 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 16.49 ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.