ગુજરાતમાં વિધાનસભા ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીની બાગડોર સંભાળી લીધી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 સભાઓ સંબોધશે. પીએમ મોદી આજે સુરેન્દ્રનગરમાં સવારે 11.00 વાગ્યે, બપોરે 1.00 વાગ્યે જંબુરસમાં અને નવસારીમાં બપોરે 3.00 વાગ્યે રેલીઓને સંબોધન કરશે.હાલ વડાપ્રધાન સુરેન્દ્રનગર જવા રવાના થયા છે.
ઉલ્લેખનીય છે કે મોદીએ રવિવારે તેમના પ્રચારની શરૂઆત સોમનાથમાં ભગવાન શિવના દર્શન અને પૂજાથી કરી હતી. ત્યાર પછી તેમણે વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં રેલીઓને સંબોધન કર્યું હતું. વેરાવળમાં વડાપ્રધાને નરેન્દ્ર માટે ભૂપેન્દ્રને જીતાડવા પર ભાર મૂકવાની સાથે ગુજરાતના દરિયાકાંઠે પ્રવાસનના વિકાસ તેમજ માછીમારો માટે ભાજપ સરકારે રજૂ કરેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. ધોરાજીમાં વડાપ્રધાને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરીને ગુજરાત વિરોધી તત્વોને ભારત જોડો યાત્રામાં સામેલ કરવાની ટીકા કરી હતી. નર્મદા નદી પર સરદાર સરોવર ડેમનો વિરોધ કરનાર મેધા પાટકર ભારત બે દિવસ પહેલાં જોડો યાત્રામાં જોડાયા હતા તેનો વડાપ્રધાને ઉલ્લેખ કર્યો હતો.