ચોરી/ અમદાવાદમાં એ સી પીના ઘરમાં 13લાખની ચોરી થઈ

શહેર પોલીસની નિષ્ક્રિયતાને તસ્કરોએ ચેલેન્જ આપી હોય તેમ શહેરમાં ફરજ બજાવતા એક આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસના ઘરે તસ્કરો ત્રાટકયા હતા. વસ્ત્રાપુરમાં આવેલા સરકારી વસાહત બહુમાળી ભવનના પહેલા માળે ચોરી થઈ હતી. તસ્કરો સોનાના દાગીના, જર્મન સિલ્વરના ગ્લાસ રોકડ મળી કુલ 13.90 લાખની મત્તાની ચોરી થઈ હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તસ્કરો સામે ગુનો નોંધી […]

Gujarat
theft અમદાવાદમાં એ સી પીના ઘરમાં 13લાખની ચોરી થઈ

શહેર પોલીસની નિષ્ક્રિયતાને તસ્કરોએ ચેલેન્જ આપી હોય તેમ શહેરમાં ફરજ બજાવતા એક આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસના ઘરે તસ્કરો ત્રાટકયા હતા.

વસ્ત્રાપુરમાં આવેલા સરકારી વસાહત બહુમાળી ભવનના પહેલા માળે ચોરી થઈ હતી. તસ્કરો સોનાના દાગીના, જર્મન સિલ્વરના ગ્લાસ રોકડ મળી કુલ 13.90 લાખની મત્તાની ચોરી થઈ હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની વિસ્તૃત માહિતી મળતાં મુજબ શહેરના એચ ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા એસીપી પ્રકાશ પ્રજાપતિ તેમની પત્ની લત્તાબેન સાથે રહે છે. લત્તાબેન અરવલ્લી સાદરવ ગામ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે ગત 31 મે ના રોજ દ્વારકા દર્શન કરવા ગયા હતા અને ત્યાં રોકાયા હતા.

દરમિયાનમાં એસીપી પ્રજાપતિ નોકરી પર ગયા હતા અને રાત્રે 10 વાગે પરત ફર્યા હતા. ત્યારે ઘરનું તાળું તૂટેલું હતું અને ઘરમાંથી સોનાનું મંગળસૂત્ર અન્ય સોનાના દાગીના, 6.50 લાખ રોકડ આમ કુલ મળી 13.90 લાખની મત્તા ચોરી કરી લીધી હતી.

આ અંગે એસીપીની પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ સરકારી વસાહતમાં રહે છે પરંતુ તેમના ઘરે પણ અસુરક્ષિત છે તો સામાન્ય પ્રજાનું શુ આવે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો.