Not Set/  કાશ્મીરમાં 124 વર્ષની વૃધ્ધાએ રસીનો પ્રથમ ડોઝ લીધો

આ વૃદ્ધ દાદીની ઉમર આજના નવયુવાનોન હંફાવે એવી છે.  જમ્મુના  124 વર્ષીય રેહતી બેગમએ આજે  બારામુલ્લાના શ્રીકવાડા બ્લોક, વાગુરામાં રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

India
corona 1 5  કાશ્મીરમાં 124 વર્ષની વૃધ્ધાએ રસીનો પ્રથમ ડોઝ લીધો

હાલમાં દુનિયાના તમામ દેશ કોરોના સામે લડી રહ્યા છે. ત્યારે કોરોના સામે લાદવામાં અકસીર એવું રસીકરણ પણ મોટાભાગના દેશોમાં  શરુ થી ચુક્યું છે. ત્યારે ભારતમાં પણ મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.  ત્યારે  જમ્મુ-કાશ્મીરમાં એક વયોવૃદ્ધ દાદીએ કોરોનાની રસી મુકાવી છે. આ વૃદ્ધ દાદીની ઉમર આજના નવયુવાનોન હંફાવે એવી છે.  જમ્મુના  124 વર્ષીય રેહતી બેગમએ આજે  બારામુલ્લાના શ્રીકવાડા બ્લોક, વાગુરામાં રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

 

જમ્મુ-કાશ્મીરમાં કોરોનાના 1,718 નવા કેસ નોંધાયા છે, 24 દર્દીઓનાં મોત નીપજ્યાં છે
તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં બુધવારે કોરોના વાયરસના ચેપના નવા 1,718 કેસ નોંધાયા બાદ, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 2,94,078 થઈ ગઈ છે જ્યારે વધુ 24 દર્દીઓનાં મોત સાથે મૃત્યુની સંખ્યા 3,963 પર પહોંચી ગઈ છે. અધિકારીઓએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે નવા કેસોમાંથી 585 જમ્મુથી અને કાશ્મીર વિભાગના 1,133 નોંધાયા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સારવાર હેઠળના દર્દીઓની કુલ સંખ્યા 31,579 છે. અત્યાર સુધીમાં 2,58,536 લોકો ચેપમાંથી સાજા થયા છે. દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે ગત સાંજથી મ્યુકોર્માયકોસિસ (બ્લેક ફંગસ) ના નવા બે કેસ નોંધાયા બાદ કુલ કેસની સંખ્યા 12 થઈ ગઈ છે.